*રાજુલા ભાજપ શાસિત નગરપાલિકા સામે છેલ્લા ચાર દિવસથી સફાઈ કામદારો ઉપવાસ આંદોલન પર બેઠા છે. સફાઈ કામદારોની મુખ્ય માંગ એ છે કે નગરપાલિકામાં 15 દિવસ નોકરી અને 15 દિવસ રજા – આવું ગેરવ્યવહારુ નિયમન ગુજરાતની એકપણ નગરપાલિકામાં લાગુ નથી. તેઓ 30ના 30 દિવસ નોકરી આપવાની માગણી સાથે આંદોલન કરી રહ્યા છે*.
*આંદોલનને રાજુલા કોંગ્રેસ પક્ષે ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસ પ્રમુખ શ્રી રવિરાજભાઈ ધાખડા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા શ્રી જેડી કાચડ, રસુલભાઈ દલ, જગદીશભાઈ નાગર અકિલ શેખડાસહિતના આગેવાનોએ ઉપવાસ આંદોલન સ્થળે હાજરી આપી કામદારોને સમર્થન આપ્યું. તેમણે જણાવ્યું કે સફાઈ કામદારોની યોગ્ય માંગ તાત્કાલિક સ્વીકારી સરકારને યોગ્ય પગલાં લેવા જોઈએ*.
*કોંગ્રેસ ના આગેવાનોએ વધુમાં જણાવ્યું કે ભાજપની 28 સભ્યોની બહુમતી ધરાવતી નગરપાલિકામાં એકતરફી ચુકાદા લેવામાં આવે છે. શહેરની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે – ગામ અને શહેરમાં નિયમિત સફાઈ થતી નથી, લાઈટની સમસ્યા સતત છે, રસ્તાઓમાં ખાડા પડી ગયા છે, વિકાસના કામો અધૂરા છે. લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત રહી રહ્યા છે*.
*આ પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ જણાવ્યું છે કે નગરજનોના પ્રશ્નો અને સફાઈ કામદારોની ન્યાયસંગત માંગણીઓ પૂરી કરવા ભાજપ સરકાર અને નગરપાલિકા તાત્કાલિક હસ્તક્ષેપ કરે.*


















Recent Comments