અમરેલી

લીલીયા મોટામાં “જલ સે નલ” યોજનાના વિલંબ સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા ૨ ફેબ્રુઆરીએ મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલનની ચીમકી

લીલીયા મોટા ગામે સરકારની “જલ સે નલ” યોજનામાં થઈ રહેલા અસહ્ય વિલંબ અને વહીવટી તંત્રની ઉદાસીનતા સામે તાલુકા કોંગ્રેસ સમિતિએ આક્રમક વલણ અપનાવ્યું છે.  જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપભાઈ દૂધાતની સૂચનાથી અને તાલુકા કોંગ્રેસ સમિતિ લીલીયા દ્વારા “નગારે ઘા” કાર્યક્રમ હેઠળ આગામી તા. ૨-૨-૨૦૨૪, સોમવારના રોજ ઉપવાસ આંદોલનની જાહેરાત પણ કરવામાં આવી છે. 

સરકાર ની આ યોજનાની વર્તમાન સ્થિતિ:  લીલીયા મોટા ગામે લાંબા સમયથી “જલ સે નલ” યોજના મંજૂર થયેલી છે.  ગામમાં પાણીની ટાંકીઓનું નિર્માણ પણ થઈ ચૂક્યું છે અને ગ્રામ પંચાયત દ્વારા જરૂરી લોકફાળાની રકમ પણ ભરી દેવામાં આવી છે. આમ છતાં, માત્ર ઘર કનેક્શન આપવાની કામગીરી બાકી હોવાથી આ  સમગ્ર યોજના અધ્ધરતાલ લટકી રહી છે. 

પાણી પુરવઠા તંત્ર અને સરકારની આડોડાઈને કારણે સ્થાનિક લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો નથી. અને લોકો ને તેમના લાભથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. [જો આગામી માર્ચ મહિના સુધીમાં આ કામગીરી શરૂ કરવામાં નહીં આવે, તો યોજના માટેની ગ્રાન્ટ પરત જવાની પૂરેપૂરી સંભાવના છે.  આ ઉપરાંત, લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાયેલી પાણીની ટાંકીઓ અને પાઈપલાઈન તૂટી જવાનો પણ ભય સેવાઈ રહ્યો છે. અને સરકારી નાણા નો વ્યય થાય તેમ છે પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી તેના કારણે લોકોને ન્યાય મળે તેવા આશય થી  તંત્રને જગાડવા માટે તા. ૨-૨-૨૦૨૪ ના રોજ મુ. લીલીયા મોટા ખાતે મામલતદારશ્રીની કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવશે. જેમાં વહીવટી તંત્ર આ  બાબતે તાકીદે કામ શરૂ કરાવવામાં આવે  તેવી માંગ પણ  કરવામાં આવી છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં નહિ આવે તો લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલન કરવાની ફરજ પડશે અને તેમાં  લીલીયા ગામની તમામ જનતાને મોટી સંખ્યામાં જોડાવા માટે 

 ,એન. આર. ત્રિવેદી )મહામંત્રી, જિલ્લા કોંગ્રેસ સમિતિ, દ્વારા આહવાન કરવામાં આવેલ છે

Related Posts