ગુજરાત સરકાર દ્વારા આદિવાસી સમાજ ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરવાના મુદ્દે કોંગ્રેસનું વોક આઉટ

આદિવાસીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મુદ્દે આજના ગુજરાત વિધાનસભા સત્ર દરમ્યાન પ્રશ્નોતરી કાળમાં ઘણો હોબાળો થયો. આ મુદ્દે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા સહીત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યોએ ગૃહમાંથી બહાર નીકળી જઇને વિધાનસભા બહાર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને પત્રકારો સાથે વાતચીત કરી હતી.
કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ મીડિયાને જણાવ્યું કે આ શિષ્યવૃત્તિ કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી મેનેજમેન્ટ ક્વોટા હેઠળ આપવામાં આવતી હતી. આ શિષ્યવૃત્તિ હવે રાજ્ય સરકારના ઠરાવ દ્વારા બંધ કરી દેવાઈ છે. જ્યારે આ યોજના અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે સરકારે કોઈ જવાબ આપ્યો નહિ, પરંતુ અલગ વાત કરી. અમારી માંગ છે કે સરકાર સ્પષ્ટ જબાબ આપે કે તેઓ આ યોજના ફરી શરૂ કરવા ઈચ્છે છે કે નહી.
આ મુદ્દે વાંસદા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી અનંત પટેલે જણાવ્યું કે આ સરકાર આદિવાસી સમાજને ભણવા અને આગળ વધવા નથી ઇચ્છતી અને આજે જ્યારે ૬૦ થી ૭૦ હજાર જેટલા આદિવાસી વિદ્યાર્થીઓને સ્પર્શતો પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એનો પેટા પ્રશ્નમાં બધાએ એક જ પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતમાં આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ પૂરી નથી કરી શકતા અને ૨૮-૧૦નો પરિપત્ર રદ્દ કરવામાં માંગો છો કે નહી એની જગ્યાએ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર આદિવાસી સમાજના શિક્ષણ મુદ્દે વાત નથી કરતા. આદિવાસી સમાજના ચૂંટાયેલ ૨૭ ધારાસભ્ય છે પરંતુ ભાજપના એક આદિવાસી ધારાસભ્યે ઊભા થઈને અમને સમર્થન આપ્યું નથી. આ સરકાર આદિવાસી વિરોધી સરકાર છે, આદિવાસી સમાજ ભણે, GNM ANM કરીને ડિપ્લોમા કરીને આગળ વધે એ આ સરકારને ગમતું નથી પરંતુ તેમણે આદિવાસી સમાજને અન્યાય થાય છે એની વાત નથી કરી. અમે આદિવાસી સમાજ વિરોધની આ સરકારનું માનસ ચિત્ર સમજીને બેઠા છીએ, ભાજપના આદિવાસી સમાજના એકપણ ધારાસભ્ય એ અમને સપોર્ટ કર્યો નથી એ આદિવાસી સમાજ માટે ચિંતાનો વિષયછે.
આ સ્કોલરશીપ બંધ થવાથી મેનેજમેન્ટ ક્વોટામાં અભ્યાસ કરતા આશરે 60,000 જેટલા વિધાર્થીઓના શિક્ષણ પર અસર પડી છે.
Recent Comments