અમરેલી

કાગધામ ને ઈતિહાસિક અને સાહિત્યઈક ના મહત્વને ધ્યાન માં રાખીને એક સ્મારક સાંધોધન કેન્દ્રઅને પ્રવાસીઓની સુવિધા ઊભી કરવા ની માંગણી કરતાં : શ્રી કસવાલા

અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકાના મજાદર ગામે માત્ર એક વસવાટ ના હોવા છતાં લોકસાહિત્ય
અને ગુજરાતી સંસ્કૃતિ ને ઉજગર કરનાર લોક કવી દુલાભાયા કાગ ની જન્મ ભૂમિ કાગધામ તરીકે
તત્કાલીન મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મજાદાર ગામ ને કાગધામ તરીકે
માં આપી આ પવિત્ર ભૂમિ પ્રત્યે શ્રદ્ધા દર્શાવી હતી અહી હજરો કાગ પ્રેમી ઑ દર વર્ષે તેમની
સમૂરતી માં અને તેમની કૃતિ પ્રત્યે ની લાગણીઓ દર્શવાવા આવતા હોય છે આ સંસ્કૃતિ નું પવિત્ર
તીર્થ ક્ષેત્ર ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા દ્વારા સને
૨૦૨૩ માં ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા બાદ સરકાર શ્રી માં રજૂઆત કરવામાં આવેલ હતી
આ રજૂઆત ના સદભે હાલ વિધાનસભા સત્ર શરૂ હોય જેમાં આજ રોજ પ્રવાસન વિભાગ ની
પૂરક માંગણી અંગેની ચર્ચા માં મહેશ ભાઈ ભાગ લઈ મજદાર ગામને લોક કવિ દુલા ભાયા કાગ
ની જન્મભૂમિ કાગધામ ને પ્રવાસન સ્થળ તરીકે વિકાસવવા રજૂઆત કરવામાં આવેલ છે

ગુજરાત ના પ્રખ્યાત લોક કવિ દુલા ભાયા કાગ કે જે લોક સાહિત્ય અને ગુજરાતી સંસ્કૃતિ નું
પ્રવિત્ર તીર્થ ક્ષેત્ર છે લોક કવિ કાગ ની અનન્ય કવિતાઓ ભક્તિ ભાવ અને રાષ્ટ્રીય ચેતનના
સંદેશાઓ ગુજરાત ની પેઠી દર પેઠી માટે પ્રેરણારૂપ રહ્યા છે આ પવિત્ર ભૂમિ પ્રત્યે હજારો કાગ
પ્રેમીઑ તેમની સમૂર્તિ માં અને તેમની કૃતિ પ્રત્યે ની લાગણી દર્શાવવામાં આવતા હોય છે હું
રાજ્ય સરકારને વિનંતી કરું છું કે કાગ ધામને એક મહત્વના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા
માટે વિશેષ આયોજન કરવામાં આવે. આ વિસ્તારના ઐતિહાસિક અને સાહિત્યિક મહત્ત્વને
ધ્યાનમાં રાખીને, અહીં એક સ્મારક, સંશોધન કેન્દ્ર અને પ્રવાસી સુવિધાઓ ઉભી કરવામાં આવે તો
આ પ્રયાસ દ્વારા ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિને વૈશ્વિક માળખે વિશિષ્ટ ઓળખ મળશે. આ
ભવિષ્યની યોજનાઓ માટે રાજ્ય સરકારની હકારાત્મક દ્રષ્ટિ સાથે હું આશાવાદી છું કે “કાગધામ”
નિર્માણ અને વિકાસની દિશામાં મજબૂત પગલાં ભરવામાં આવશે.તેવી હાલ વિધાનસભાના બજેટ
સત્ર માં પ્રવાસન વિભાગ ની ચર્ચામાં ભાગ લઈ મજાદર ગામ તાલુકા રાજુલા જિલ્લા અમરેલી
લોક કવિ દુલા ભાયા કાગ ની જન્મભૂમિ ” કાગધામ” ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે
ધારાસભ્ય શ્રી મહેશ ભાઈ કસાવલા દ્વારા રજૂઆત કરવામાં આવી

Related Posts