ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે મગ પાક માટે ટેકાનો ભાવ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ જાહેરમાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૪-૨૫માં ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર ૫૫,૬૧૦ હેક્ટર, ઉત્પાદન ૭૦,૮૭૦ મેટ્રિક ટન તથા ઉત્પાદકતા ૧૨૭૪.૨૭ કિગ્રા પ્રતિ હેક્ટર છે.
ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર રાજ્યના કુલ ૨૩,૪૮૮ ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્યમાં ઉનાળુ મગના વાવેતરને ધ્યાને લઈને ઁજીજી હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ ૧૭,૭૧૩ મે.ટન જથ્થાની ખરીદી કરવામાં આવશે. ઉનાળું મગની સરેરાશ ઉત્પાદકતા ધ્યાને લેતા પ્રતિ ખેડૂત મહત્તમ ૧,૫૦૦ કિગ્રા મગનો જથ્થો ખરીદવામાં આવશે. ખેડૂતો પાસેથી આજે તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ કરવામાં આવશે.
ગુજરાતમાં ઉનાળુ મગના વાવેતર વિસ્તારને ધ્યાને લઇ પ્રતિ ખેડૂત ૧,૫૦૦ કિ.ગ્રા મગની ખરીદી કરાશે

Recent Comments