અમરેલી

અમરેલી જીલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા“સંવિધાન ગૌરવ દિવસ” ની ઉજવણી કરાઈ

વેશ્વિકનેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત હરણફાળ
ભરી રહયુંછે ત્યારે કેન્દ્રમાં દેશનું સુકાન સાભળ્યું ત્યારબાદ તા. ૨૬ નવેમ્બર ૨૦૧૫ થી સંવિધાન દિન ઉજવાય
છે.
ગુજરાત પ્રદેશ ભાજપની સુચના તેમજ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી અતુલભાઈ કાનાણીના માર્ગદર્શન
હેઠળ અમરેલી જીલ્લા અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ કેશુભાઈ વાઘેલાના નેતૃત્વમાં અમરેલી ખાતે સંવિધાન
ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. અમરેલી બસ સ્ટેશન ચોકમાં આવેલ ડૉ. બાબાસાહેબ ભીમરાવ
આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ભાવાંજલિ કરવામાં આવી, અત્રે જીલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ
ધોરાજીયા, પૂર્વ પ્રમુખ શરદભાઈ લાખાણી, જીલ્લા ભાજપ મંત્રી રેખાબેન માવદીયા, કાર્યક્રમના ઇન્ચાર્જ
મનોજભાઈ મહીડા, કોષાધ્યક્ષ દીપકભાઈ વઘાસીયા, પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી મયુરભાઈ માંજરીયા,
જીલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ રાજુભાઈ ભુતૈયા, જીલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ બગડા, નગરપાલિકા પૂર્વ
પ્રમુખ અલ્કાબેન ગોંડલિયા, એડવોકેટ પીયુશ શુકલા, કમલેશ સોલંકી, ધીરૂભાઈ વાળા, કાળુભાઈ વાળા,
નાથુભાઈ ધાધલ, દેવરાજ બાબરિયા, વિમલ ગૌસ્વામી પ્રવિણાબેન રાઠોડ, પી.ડી. સરવૈયા, વિપુલ ભટ્ટી વગેરે
ઉપસ્થિત રહયા હતા..
કાર્યકરોએ પુષ્પાંજલિ બાદ રેલી સ્વરૂપે જીલ્લા ભાજપ કાર્યાલયે પહોચી ભારતના બંધારણ પુસ્તકનુ
પૂજન કરીયું હતું તેમજ બંધારણનું પાલન કરવાના શપથલીધા હતા. આ સભામાં ગુજરાત સરકારમાં સમાવિષ્ઠ
અનુસુચિત જાતિના નવનિયુક્ત મંત્રીશ્રીઓ જેમાં કેબિનેટ મંત્રીશ્રી પઘુમન વાજા, રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર
હવાલો) અને રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાને મહત્વ પૂર્ણ વિભાગોની જવાબદારી સોપાતા તેમને ગર્વ
સાથે શુભેચ્છા પાઠવામાં આવી હતી.

સંવિધાન ગૌરવ દિન અનુસંધાને અજા. મોરચાના પ્રમુખ કેશુભાઈ વાઘેલાએ સૌને આવકારી સ્વાગત
પ્રવચન કરતા ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા પૈકીની એક એટલે સમરસતાની અનુભવસિદ્ધ વાત અસરકારક
રીતે કહી હતી. પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી અને એડવોકેટ મયુરભાઈ માંજરીયાએ બંધારણના ઘડતરથી અમલ
સુધીની સફરની વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમાંના મુખ્ય્ય વક્તા એડવોકેટ નિમિષાબેન પંડયા
(નીકુબેન) દ્વારા દેશના સર્વપરી ગ્રંથ એટલે બંધારણ, બંધારણ સભા, બંધારણ સભાના સભ્યો, આપણા એટલેકે
નાગરિકોના હકો અને ફરજો, કાયદાઓ, રાષ્ટ્ર પ્રતિ નિષ્ઠા સહીત વિશ્વના સૌથી મોટા લેખિત બંધારણને સરળ
ભાષામાં છણાવટ કરી સમજ આપી હતી.
આ કાર્યક્રમના સહ ઇન્ચાર્જ ડેની પરમાર, લલીતભાઈ મારૂ, તાલુકા પંચાયત ચેરમેન પ્રવીણભાઈ ચાવડા,
અરવિંદ મેવાડા, કાર્યાલય મંત્રી મહેન્દ્ર ચાવડા, જીલ્લા અનુ. જાતિ. મોરચા મહામંત્રી સંદીપ સોલંકી, રવજીભાઈ
ચૌહાણ, એડવોકેટ રીપલ હેલૈયા, પરેશ દાફડા, હિતેશ સોલંકી, આશિષ વાળા, રામજી જાદવ, હીરાભાઈ પડાયા,
મધુભાઈ ચાવડા, ભાવેશ વાળોદરા, કેશુભાઈ બગડા, જીગ્નેશ દાફડા, હિંમત ખેતરીયા, ભરત મયાત્રા, પ્રકાશ
પરમાર, પ્રવિણ વાળા, હર્ષદ પરમાર, રાજુ સાગઠીયા, વગેરે ઉપસ્થિત રહયા હતા તેમજ જીલ્લા ભાજપની
અખબારી યાદીમાં જણાવ્યું છે..

Related Posts