મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત જિલ્લાના કોસંબા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ – ૪ પર ૨૬૦ મીટર લાંબો પીએસસી પુલ ૨૨મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ પૂર્ણ થયો. આ પ્રોજેક્ટ ગુજરાતના સુરત જિલ્લાના કોસંબા નજીક ઉંચા વાયડક્ટ મારફતે દિલ્હી અને મુંબઈ વચ્ચેના (રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થતા) રાષ્ટ્રીય ધોરીમાર્ગ – ૪ ઉપરથી પસાર થાય છે.
આ પુલમાં ૧૦૪ પ્રીકાસ્ટસેગમેન્ટનો સમાવેશ થાય છે, જેમાં ચાર સ્પાનની ગોઠવણી ૫૦મી ૮૦મી ૮૦મી ૫૦મી છે અને તે બેલેન્સ્ડ કેન્ટીલીવર પદ્ધતિ વડે નિર્માણ કરવામાં આવ્યું છે, જે મોટા સ્પાન માટે આદર્શ છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ – ૪ દિલ્હી અને મુંબઈ વચ્ચેનું નિર્માણાધીન ધોરીમાર્ગ છે. નિર્માણકાર્યનું ધ્યાનપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેથી વાહનો અને કામદારોની સલામતી સુનિશ્ચિત થઈ શકે, સાથે જ ટ્રાફિક પ્રવાહ સતત ચાલું રહે અને જાહેર જનતાને ઓછામાં ઓછી અસુવિધા અનુભવાય.
Recent Comments