ગુજરાત

ખારીકટ કેનાલના નાના બ્રિજને તોડી કેનાલના સ્ટ્રકચર બનાવવાની કામગીરી શરૂ

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલના રિડેવલપમેન્ટની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. નરોડા સ્મશાન પાસે ખારીકટ કેનાલ પર આવેલા નાના બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી નરોડા સ્મશાનથી ગામ તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે. આગામી એક મહિના સુધી સ્મશાનથી ગામ તરફ જવાનો રોડ બંધ હોવાથી નરોડા દહેગામ રોડ પરથી આવતા એસટી, છસ્‌જી, મ્ઇ્‌જી અને અન્ય ભારે વાહનો નરોડા ય્ૈંડ્ઢઝ્ર થઈ ગેલેક્સી ચાર રસ્તાથી ગામ અને પાટીયા તરફ જઈ શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.૧૨૦૦ કરોડના ખારીકટ કેનાલના રિડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે.

જેમાં ફેઝ ૧ અંતર્ગત નરોડા પાસે કેનાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સ્મશાન પાસે આવેલા કેનાલના નાના બ્રિજને તોડી કેનાલના સ્ટ્રકચર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાના કારણે નરોડા સ્મશાનથી ગામ તરફ જવાનો રોડ બંધ કરી દેવાયો છે. હાલમાં કેનાલને તોડવાની કામગીરી કરવાની હોવાથી પતરા મારી દેવામાં આવ્યા છે. નરોડા-દહેગામ રોડ પરથી રોજના હજારો વાહનચાલકો પસાર થાય છે. ત્યારે તેઓ વૈકલ્પિક રોડ તરીકે નરોડા ય્ૈંડ્ઢઝ્રથી બ્રિજ તરફ થઈને ગેલેક્સી ચાર રસ્તાનો ઉપયોગ કરી ગામ તરફ જઈ શકશે. ભારે વાહનો, મધ્યમ અને કારચાલક સહિતના વાહનચાલકો આ વૈકલ્પિક રોડ પરથી પસાર થઈ શકે છે. જ્યારે ટુ-વ્હીલરચાલકો મકાનની બાજુમાં આવેલા નાના આંતરિક રોડમાંથી ગામ તરફ જવાના રોડ ઉપરથી પસાર થઈ શકે છે. આગામી ૧ મહિના સુધી આ કામગીરી ચાલુ રહેવાની હોવાના કારણે લોકોને વૈકલ્પિક રોડ પરથી પસાર થવું પડશે. દહેગામ તરફથી આવતા વાહનચાલકો નરોડા ય્ૈંડ્ઢઝ્ર ચાર રસ્તા પાસેથી પસાર થતા હોવાના કારણે ય્ૈંડ્ઢઝ્ર ચાર રસ્તા નજીક ખૂબ જ વધારે ટ્રાફિકજામ થાય તેવી પરિસ્થિતિ ઊભી થશે.

Related Posts