અમરેલી

અમરેલી અને કુકાવાવ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કુલ 18 કરોડ 57લાખથી વધું કિમતના ખર્ચે નવા ઓરડાના બાંધકામ, રિનોવેશન, કમ્પાઉન્ડ વોલ અને ટોયલેટ બ્લોકના કામ હાથ ધરાશે.

*પ્રાથમિક શાળાઓના બાળકોને વધું સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે ધારાસભ્ય કૌશિક વેકરિયાના પ્રયત્નને મળી સફળતા.*
અમરેલી કુકાવાવ વિધાનસભાના યુવાન ઉત્સાહી અને કર્મશીલ ધારાસભ્ય કૌશિક વેકરીયા ના પ્રયત્નોથી અમરેલી અને કુકાવાવ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં નવા ઓરડાઓના બાંધકામના કામો મંજૂર થતાં આગામી દિવસોમાં ઓરડાના બાંધકામના કામો હાથ ધરાશે. જે અંતર્ગત કુલ 22 પ્રાથમિક શાળાઓમાં 67 જેટલા નવા વર્ગખંડ સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ છે. આ સાથે 105 ક્લાસરૂમનું રીનોવેશનનું કામ પણ હાથ ધરાશે. 15 શાળાઓમાં ગર્લ્સ ટોયલેટ બ્લોક અને 18 શાળાઓમાં બોયઝ અને દિવ્યાંગો માટેના ટોયલેટ બ્લોકનું પણ કામ મંજૂર થતા, આગામી દિવસોમાં આ બધા કામો શરૂ કરવામાં આવશે. વધુમાં 17 પ્રાથમિક શાળાઓમાં નવા મધ્યાન ભોજન શેડ અને 14 પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલના કામ પણ મંજૂર થવાથી આગામી દિવસોમાં કુલ 18 કરોડ 57 લાખ રૂપિયા જેવી માતબર રકમના ખર્ચે પ્રાથમિક શિક્ષણને લગતા વિકાસના આ વિવિધ કામો હાથ ધરાશે. એમ કૌશિક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

Related Posts