સાવરકુંડલા શહેરમાં આજરોજ ગ્રાહક સુરક્ષા સપ્તાહ અંતર્ગત સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા નર્સિંગ કોલેજ ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો. આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા મંડળના બિપીનભાઈ પાંધીએ ગ્રાહકના અધિકારો ક્યા ક્યા છે? ગ્રાહક સુરક્ષાની આવશ્યકતા શા માટે પડી આજના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડથી બચવા કેવી તકેદારી રાખવી વગરે જેવા ગ્રાહક માટેના ખૂબ જ જરૂરી મુદ્દાઓ અંગે તલસ્પર્શી માહિતી આપી હતી. તો ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણી દ્વારા પણ ગ્રાહક સુરક્ષા કાયદાની વિશદ સમજ આપવામાં આવી હતી. ગ્રાહક સુરક્ષા સપ્તાહ સાથે સાવરકુંડલા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પણ આ કોલેજની વિદ્યાર્થીનીઓને તેને સ્પર્શતા મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીએ ઉપસ્થિત તમામ વકતાઓને ખૂબ જ ધ્યાનથી સાંભળેલ અને સ્યમશિસ્તના દર્શન પણ કરાવેલ
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી
કાર્યક્રમને અંતે તમામ તાલીમાર્થીઓને ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ લાવવા માટે પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


















Recent Comments