સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ આઈટીઆઈ ખાતે આજરોજ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક સુરક્ષા જાગૃતિ સપ્તાહ અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અહીંના વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા જાગૃતિ માટે પોતાના અધિકારોથી અવગત કરાવવામાં આવેલ ખાસ કરીને સાંપ્રત સમયમાં સાબર ફ્રોડથી સાવધાની રાખવી, પોતાના બેંક એકાઉન્ટ કોઈ પણ અજાણી વ્યક્તિને ભાડે ન આપવા ખરીદી સમયે ઓરિજિનલ બિલનો આગ્રહ રાખવો તેમજ જ્યાં ખરીદેલી પ્રોડક્ટની વોરંટી ગેરંટી બિલમાં દર્શાવેલી હોય એ સમય સુધી ઓરિજિનલ બિલને પણ કાળજી પૂર્વક સાચવવાનું વગરે બાબતોની વિગતે સમજણ આપવામાં આવી હતી. ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રેસિડેન્ટ રમેશભાઈ હીરાણી તેમજ બિપીનભાઈ પાંધીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને ગ્રાહક કાયદા સંબંધિત કોઈ મૂંઝવણ હોય તો સવાલ કરવા પણ જણાવવામાં આવ્યું હતું
સમગ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ તમામ વકતાઓને ખૂબ જ ધ્યાનથી સાંભળેલ અને સ્યમશિસ્તના દર્શન પણ કરાવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈટીઆઈના પ્રિન્સિપાલ ગૌતમભાઈ સરવૈયા સમેત તમામ કર્મચારીગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા સંબંધિત પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
એકંદરે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ


















Recent Comments