શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય જેસર રોડ સાવરકુંડલા દ્વારા ગ્રાહક સુરક્ષા દિવસ અંતર્ગત કન્ઝ્યુમર ક્લબ દ્વારા સુંદર ગ્રાહક જાગૃતિ માટેનો કાર્યક્રમ ઉજવાયો જેમાં જેસર રોડ ગુરુકુળના વિદ્યાર્થીઓએ સુંદર ગ્રાહક જાગૃતિ અને બિલનું મહત્વ દર્શાવતું નાટક રજૂ કર્યું તેમજ શાળાના આચાર્યશ્રી કૌશિકગિરી ગોસ્વામીએ ગ્રાહક જાગૃતિ અંગે વિદ્યાર્થીઓને વાકેફ કર્યા આજના દિવસે ૨૪ ડિસેમ્બર રાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન નિમિત્તે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી તથા સંસ્થાના ડાયરેક્ટર શ્રી વ્યાસ સાહેબ હાજર રહી માર્ગદર્શન આપવામાં આવેલ . સમગ્ર કાર્યક્રમનું આયોજન ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણી, કન્વીનર શ્રી ડો. રવિભાઈ મહેતા સાથે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રતિનિધિ શ્રી પાંધી સાહેબ હેઠળ કરવામાં આવેલ.
સાવરકુંડલામાં શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય જેસર રોડ ખાતે ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી


















Recent Comments