અમરેલી

સાવરકુંડલામાં ગ્રાહક સુરક્ષા જાગૃતિ સપ્તાહ અંતર્ગત ગ્રાહક સુરક્ષા જાગૃતિ કાર્યક્રમની ઉજવણી ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી

ગ્રાહક સુરક્ષા જાગૃતિ સપ્તાહ ઉજવણી અંતર્ગત, ગ્રાહક સુરક્ષા મંડળ – સાવરકુંડલા દ્વારા શ્રી બ્રાંચ શાળા નંબર – 5 માં “ગ્રાહક સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ”ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. આ કાર્યક્રમમાં 

 ગ્રાહક સુરક્ષા મંડળના માનનીય પ્રમુખ રમેશભાઈ સી. હિરાણી, કન્વીનર શ્રી ડો. રવિભાઈ મહેતા તથા જાણીતા પત્રકાર શ્રી બિપીનભાઈ પાંધી (પાંધીસર) દ્વારા ગ્રાહક સુરક્ષા કાયદાની સમજ આપવામાં આવી. તેમજ હાલ ખૂબ જ ચર્ચામાં છે તેવા સાયબર ફ્રોડ બાબતે બાળકોને ઓનલાઈન ગેમ ન રમવા, અજાણી એપ કે મેસેજ ન ખોલવા, અજાણી લિંક પર ક્લીક ન કરવા તેમજ ફોનનો સાવધાની પૂર્વક ઉપયોગ કરવા અંગે સમજ આપવામાં આવી. ગ્રાહકના અધિકારો તથા મહત્વ પણ સમજાવવામાં આવ્યા. આ તકે શાળાના આચાર્ય અભિષેકભાઈ પંડ્યા દ્વારા તમામ મહાનુભાવોનો આભાર વ્યકત કરવામાં આવ્યો.

કાર્યક્રમને અંતે તમામ વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી સમેત તમામ શિક્ષકગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી

Related Posts