“જાગૃત ગ્રાહક, સુરક્ષિત ગ્રાહક – છેતરપિંડી સામે સજ્જ બનો,”
“હક જાણો, અધિકાર વાપરો – બજારના સાચા રાજા બનો.”
–“પાંધી સર” –
ગ્રાહક જાગૃતિના શુભાશય સાથે આજરોજ સાવરકુંડલા શહેરના મહિલા અધ્યાપન મંદિર ખાતે ‘ગ્રાહક સુરક્ષા મંડળ’ દ્વારા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવિ પેઢીની નાગરિક એવી વિદ્યાર્થીનીઓને ગ્રાહક તરીકેના તેમના અધિકારો અને જવાબદારીઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રમુખ રમેશભાઈ હીરાણી તથા બિપીનભાઈ પાંધી દ્વારા વિદ્યાર્થીનીઓને જણાવાયું હતું કે ગ્રાહક એ ખરા અર્થમાં બજારનો રાજા છે. વક્તાઓએ વર્તમાન સમયમાં વધતા જતા ડિજિટલ ફ્રોડથી બચવા માટેની સાવચેતીઓ, ચીજવસ્તુઓમાં થતી ભેળસેળને ઓળખવાની પ્રાથમિક પદ્ધતિઓ અને ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાના કાયદાકીય પાસાઓની છણાવટ કરી હતી.
સેમિનારના અંતે સંસ્થાની વિદ્યાર્થીનીઓએ પણ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આ માર્ગદર્શનથી તેમને ભવિષ્યમાં જાગૃત ગ્રાહક બનવામાં ખૂબ મદદ મળશે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. રવિભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા અધ્યાપન મંદિરના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો.


















Recent Comments