અમરેલી

સાવરકુંડલાની શાળા નંબર એક ખાતે ગ્રાહક સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો

સાવરકુંડલા શહેરમાં આવેલ શાળા નંબર ૧ ખાતે આજરોજ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક સુરક્ષા જાગૃતિ સપ્તાહ અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

આ પ્રસંગે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના બિપીનભાઈ પાંધીએ ગ્રાહકના અધિકારો ક્યાં ક્યા છે? ગ્રાહક સુરક્ષા એટલે શું? એ વિશે વિશદ છણાવટ કરવામાં આવેલ. તો ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રેસિડેન્ટ રમેશભાઈ હીરાણી દ્વારા પણ ગ્રાહક સુરક્ષાનું મહત્વ ઓનલાઈન ખરીદીથી થતાં ગેરલાભ વોકલ ફોર લોકલને ઉત્તેજન મળે તે માટે પ્રયાસ વગેરે બાબતો સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવેલ. આ સાથે સાવરકુંડલા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પણ વિદ્યાર્થીઓમા જાગૃતિ  ઊભી કરવા કાનૂની સેવા સતા મંડળના સભ્યો દક્ષાબેન અને રક્ષાબેન ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ તમામ વકતાઓને ખૂબ જ ધ્યાનથી સાંભળેલ

કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

કાર્યક્રમને અંતે તમામ વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.એમ હિતેશભાઈ જોષી દ્વારા એક યાદીમાં જણાવાયું હતું

Related Posts