વ્હાઈટ હાઉસમાં યોજાયેલી આ બેઠક દરમિયાન ટ્રમ્પે દક્ષિણ આફ્રિકામાં શ્વેત ખેડૂતો સામેના “નરસંહાર” મુદ્દો ઉઠાવતા તંગ માહોલ સર્જાયો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા વચ્ચેની બેઠકમાં ટ્રમ્પ દ્વારા વિવાદાસ્પદ મુદ્દા પર ચર્ચા કરતાં માહોલ તંગ થયો હતો. રામાફોસા અમેરિકા સાથે વેપારી સંબંધો અને દ્વિપક્ષીય સહકાર વધારવાના ઉદ્દેશ્ય સાથે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા, પરંતુ બેઠકમાં ટ્રમ્પે દક્ષિણ આફ્રિકામાં શ્વેત ખેડૂતો સામે “નરસંહાર” અને વંશીય હિંસાના દાવાઓ રજૂ કર્યા, જેનાથી માહોલ તંગ બની ગયો.
બે નેતાઓ વચ્ચેની બેઠક દરમિયાન ટ્રમ્પે અચાનક ઓવલ ઓફિસમાં લાઇટ ઝાંખી કરીને એક વીડિયો ચલાવ્યો, જેમાં દક્ષિણ આફ્રિકાના ડાબેરી નેતા જુલિયસ માલેમા “કિલ ધ બોઅર” (ખેડૂતોને મારો) ના નારા લગાવતા દેખાતા હતા. અચાનક વીડિયો ચલાવતા જ આફ્રિકાના રાષ્ટ્રપતિ અસ્વસ્થ થઇ ગયા હોય તેવું જાેવા મળ્યું હતું. વીડિયોમાં, દક્ષિણ આફ્રિકાના ડાબેરી નેતા જુલિયસ માલેમા “કિલ ધ બોઅર” ના નારા લગાવતા જાેઈ શકાય છે. ટ્રમ્પે વીડિયો ચલાવતા કહ્યું, “આ દરેક સફેદ ક્રોસ એક મૃત શ્વેત ખેડૂતનું પ્રતિક છે.” તેમણે કહ્યું કે, “આ લોકો પોતાની જમીન ગુમાવી રહ્યા છે. તેમને મારી નાખવામાં આવી રહ્યા છે.”
મહત્વનું છે કે, રામાફોસાએ આ આરોપોનો શાંતિપૂર્ણ રીતે જવાબ આપ્યો. તેમણે ટ્રમ્પના દાવાઓને નકારતા કહ્યું, “જાે શ્વેત ખેડૂતોનો નરસંહાર થતો હોત, તો મારી સાથે આવેલા આ ત્રણ શ્વેત દક્ષિણ આફ્રિકનો – ગોલ્ફર એર્ની એલ્સ, રેટીફ ગૂસેન અને ઉદ્યોગપતિ જાેહાન રૂપર્ટ (બે ગોલ્ફરો અને કૃષિ પ્રધાન) – અહીં ન હોત.” બેઠક બાદ મીડિયાને સંબોધતા રામાફોસાએ કહ્યું, “અમે વેપાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા કરી છે. મને લાગે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાલમાં આ વિષય પર સંપૂર્ણપણે સહમત નથી.”
રામાફોસાના પ્રવક્તા વિન્સેન્ટ મેગ્વેનિયાએ આ ઘટનાને “પૂર્વ આયોજિત હુમલો” ગણાવ્યો. તેમણે જણાવ્યું કે બેઠકનું ફોર્મેટ અચાનક બદલાઈ ગયું હતું, અને વ્હાઇટ હાઉસમાં પહેલેથી જ ટીવી ગોઠવી દેવાયું હતું. આ બેઠક બંધ રૂમમાં નહીં, પરંતુ મીડિયાની હાજરીમાં યોજાઈ, જેનાથી રામાફોસાની ટીમને આશ્ચર્ય થયું. મેગ્વેનિયાએ વીડિયોને “જૂના ફૂટેજનું નબળું સંકલન” ગણાવીને તેની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા.
આ સાથેજ અમેરિકી પ્રમુખ ટ્રમ્પે દક્ષિણ આફ્રિકાના નવા જમીન સંપાદન કાયદાની પણ ટીકા કરી, જે ચોક્કસ સંજાેગોમાં વળતર વિના જમીન સંપાદનની મંજૂરી આપે છે. આ કાયદો રંગભેદની વારસાગત અસમાનતાઓને સુધારવા માટે લાવવામાં આવ્યો છે, પરંતુ ટ્રમ્પે તેને શ્વેત ખેડૂતો સામેના અન્યાય તરીકે રજૂ કર્યો. દક્ષિણ આફ્રિકાની સરકારે આ કાયદાને સામાજિક ન્યાય અને આર્થિક સુધારણાનો ભાગ ગણાવ્યો છે.
વ્હાઇટ હાઉસ ખાતેની બન્ને નેતાઓની આ બેઠકમાં ટ્રમ્પની ટીમમાં એલોન મસ્ક, જે દક્ષિણ આફ્રિકામાં જન્મેલા છે, અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ હાજર હતા. વેન્સે ટ્રમ્પને કથિત પુરાવાઓની ફાઇલ સોંપી. ટ્રમ્પ વહીવટીતંત્રે તાજેતરમાં ૫૯ શ્વેત આફ્રિકનોને શરણાર્થીનો દરજ્જાે આપીને ચાર્ટર્ડ વિમાનો દ્વારા અમેરિકા લાવ્યા છે, જેની દક્ષિણ આફ્રિકાએ ટીકા કરી છે.
જાે કે આ બેઠક બાદ રામાફોસાએ મીડિયાને જણાવ્યું કે, તેમણે વેપાર અને દ્વિપક્ષીય સંબંધો પર રચનાત્મક ચર્ચા કરી, પરંતુ ટ્રમ્પ આ મુદ્દાઓ પર સંપૂર્ણ સહમત નથી. તેમણે ટ્રમ્પને ય્૨૦ સમિટમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું, જેનો હેતુ સંબંધોને સુધારવાનો છે. આ ઘટનાએ બંને દેશો વચ્ચેના તણાવને ઉજાગર કર્યો, પરંતુ રામાફોસાની શાંત પ્રતિક્રિયાએ પરિસ્થિતિને વધુ બગડતી અટકાવી હતી.



















Recent Comments