અમરેલી

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ગરીમામય ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા સહિતના યોગ કોચ- ટ્રેનરોનો દિક્ષાંત સમારોહ યોજાયો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાનના સંયુક્ત ઉપક્રમે ગત તા. ૨૧ ડિસેમ્બર૨૦૨૫ વિશ્વ ધ્યાન દિવસ‘ અંતર્ગત મહાત્મા મંદિરગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સમગ્ર ગુજરાતમાંથી યોગ કોચ અને યોગ ટ્રેનરનો દીક્ષાંત સમારોહ તેમજ “વિશ્વ ધ્યાન દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ મેદસ્વિતા ઘટાડવા માટે આહવાન કર્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂતે આહાર તેમજ દિનચર્યા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના યોગ કોચ અને યોગ ટ્રેનર બહેનો સહિત સમગ્ર રાજ્યના ૪,૫૦૦ યોગ સાધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ૧૧ યોગ કોચ-ટ્રેનરોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

સમર્પણ ધ્યાન કેન્દ્રના શિવકૃપાનંદ સ્વામીએ પણ પોતાની ધ્યાન સાધનાની વાત કરીને દિવ્ય ધ્યાનની અનુભૂતિ કરાવી હતી. 

આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા યોગ કો-ઓર્ડિનેટરશ્રીસાગર ભાઈ મહેતાયોગ કોચશ્રી કમલેશભાઈ રાવલ,  શ્રી શર્મિષ્ઠાબેન રાવલશ્રી કમલાબેન હેલૈયાશ્રી દીપાબેન તેરૈયાશ્રી પ્રિયંકાબેન કટોચશ્રી ભૂમિબેન મજૂકોડિયાશ્રી શિવરાજભાઈ બસીયા તેમજ યોગ ટ્રેનર શ્રી સોનુંબેનશ્રી ચેતનાબેન મહેતાશ્રી અનિતાબેન જોડાયા હતા અને તેઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આયા હતા. તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રી એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts