વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે, વડાપ્રધાનશ્રીએ ખાસ ગ્રામીણ વિકાસ અને ઉત્કર્ષ માટે ‘સહકાર સે સમૃદ્ધિ’ નો નવો રોડ મેપ આપ્યો છે.
અમરેલી જિલ્લામાં પણ સહકારી ક્ષેત્રે સકારાત્મક બદલાવ આવ્યા છે. જિલ્લામાં પેક્સ કોમ્પ્યુટરાઈઝેશન પ્રોજેક્ટ અંતર્ગત તમામ તબક્કાઓ પૂર્ણ કરી ૧૬૪ સેવા સહકારી મંડળીઓને EPACS જાહેર કરવામાં આવી છે. જેથી ગ્રામ્ય સ્તરે કાર્યરત સેવા સહકારી મંડળીઓમાં પારદર્શકતા વધશે.
જિલ્લા રજીસ્ટર શ્રી એસ.આર. અણીયાળીયાએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત સેવા સહકારી મંડળીઓનો સમાવેશ થાય છે, કેન્દ્ર સરકાર દ્વારા કોમ્પ્યુટર હાર્ડવેર પ્રોવાઇડ કરવામાં આવ્યાં છે, જેના ઉપયોગ થકી વિવિધ મંડળીઓએ CSC સેન્ટરનું લાયસન્સ મેળવ્યું છે. જેથી ગ્રામ્ય સ્તરે સભાસદોને વિવિધ ઓનલાઇન સેવાઓ પૂરી પાડી શકાશે. કોમ્પ્યુટરાઈઝેશન થકી ભવિષ્યમાં સેવા સહકારી મંડળીને સહકારી બેંક સાથે અને નાબાર્ડ સાથે સંયોજિત કરી ડિજિટાઇઝેશન થકી સરકારશ્રીના અન્ય પોર્ટલો સાથે પણ લિંક કરી કાર્યદક્ષતામાં વધારો કરવાનું પણ આયોજન હાથ ધરાશે.
ઉપરાંત ઈ-પેક્સ જાહેર થયેલી બધી સેવા સહકારી મંડળી તેમનો નિયમિત ડેટા ઈ પેક્સ સોફ્ટવેરમાં (ERP) નિભાવશે. EPACSનું ઓડિટ પણ કરવામાં ઓનલાઇન થશે.
ઉલ્લેખનીય છે કે, સહકારથી સમૃદ્ધિ અંતર્ગત પ્રત્યેક ગામને સહકારી ક્ષેત્ર સાથે જોડીને ગ્રામીણ વિકાસ પર ભાર આપવામાં આવી રહ્યો છે. સાથે જ સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા આધુનિકીકરણ અને સ્પર્ધાત્મકતા દ્વારા સહકારી ક્ષેત્રને મજબૂત બનાવાની નેમ પણ રહેલી છે.



















Recent Comments