fbpx
અમરેલી

“સહકાર થી સમૃધ્ધિ” સમગ્ર દેશમાં નવરચિતM- PACS, Dairy અને Fishery કો-ઓપરેટિવ સોસાયટીનું ઉદ્ઘાટન

અમરેલી તા.૨૪ ડિસેમ્બર, ૨૦૨૪ (મંગળવાર) ભારત સરકારના “સહકાર થી સમૃધ્ધિ” ના ઉદ્દેશ્યને સાકાર કરવા સમગ્ર દેશમાં નવરચિત ૧૦ હજાર M- PACS, Dairy અને Fishery કો-ઓપરેટિવ સોસાયટીનું ઉદ્ઘાટન થશે.આ કાર્યક્રમનું ઓનલાઈન પ્રસારણ અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અમર ડેરી, નવા ડેરી પ્લાન્ટ, હની ટ્રેનીંગ સેન્ટર, ધારી રોડ, વાંકિયા, જિ.અમરેલી ખાતે તા.૨૫ ડિસેમ્બર, ૨૦૨૪ને બુધવારના રોજ બપોરે ૧૨-૩૦ કલાકે થશે. આ કાર્યક્રમમાં સહકાર ક્ષેત્રના અગ્રણીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, મહાનુભાવો, આગેવાનશ્રીઓ સહિતના ઉપસ્થિત રહેશે. આથી સહકારી ક્ષેત્રની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામને આ કાર્યક્રમમાં સહભાગી થવા અમરેલી જિલ્લા સહકારી મંડળી જિલ્લા રજિસ્ટ્રારશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Follow Me:

Related Posts