અમરેલી

અમરેલી ખાતે સહકારી સપ્તાહ કાર્યક્રમ : લોન મેળો અને સભ્યપદ ડ્રાઇવ યોજાઇ

અમરેલીતા.૦૫ જુલાઇ,૨૦૨૫ (શનિવાર) સહકારી સંગઠન (આઇ.સી.એ.) દ્વારા સમગ્ર વિશ્વમાં વર્ષ-૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ અને સરદાર વલ્લ્ભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે જુલાઇના પ્રથમ સપ્તાહને સહકાર સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમરેલી ખાતે આ ઉજવણી અંતર્ગત નવા સભાસદને સહકારી ક્ષેત્રમાં જોડવા માટે સભાસદ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જિલ્લાની ૦૮ સહકારી સંસ્થાઓ દ્વારા જિલ્લામાં નવા ૨૪૯ સભાસદોની નોંધણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સભાસદોને રુ.૨૨૩ લાખની લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે સંકળાયેલી દૂધ મંડળીઓમાં અને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિ. સાથે સંલગ્ન સેવા સહકારી મંડળીઓમાં સભ્યપદ ડ્રાઇવ યોજાઇ હતી. આ ડ્રાઇવમાં ૧,૦૦૦ થી વધુ નવા ખેડૂતો તેમજ પશુપાલકોને સભાસદ તરીકે દાખલ કરવામાં આવ્યા હતા તેમ અમરેલી જિલ્લા સહકારી મંડળી જિલ્લા રજિસ્ટ્રારશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.

Related Posts