અમરેલી

સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ, વિકાસ કાર્યો અને જાહેર યોજનાઓની સમીક્ષા

સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પ્રાંત અધિકારીએ તાલુકા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિ, જાહેર કલ્યાણ યોજનાઓની અમલવારી, અને લોકહિતના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

બેઠકમાં ખાસ કરીને ગ્રામ વિકાસ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને પાણી પુરવઠા વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. પ્રાંત અધિકારીએ અધિકારીઓને સુચના આપી કે સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક હકદાર સુધી પહોંચે તે માટે તાત્કાલિક પગલાં લેવાં જરૂરી છે.

સાથે સાથે, તાલુકાના દુરસ્ત વિસ્તારોમાં સુવિધાઓ વધુ સુચારુ રીતે પહોંચે તે માટે સંકલિત પ્રયાસ કરવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન લોકહિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને સમાધાન લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Related Posts