અધિક કલેક્ટર, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, ભાવનગર ઝોનની અધ્યક્ષતામાં તા.૧૦/૧૦/૨૦૨૫ના રોજ
શહેરી વિકાસયાત્રાને વધુ વેગથી આગળ ધપાવવા અમરેલી જિલ્લાની સંકલન બેઠક મળી હતી. જેમાં અમરેલી જિલ્લાની
નગરપાલિકાઓ, ધારાસભ્યો અને અધિકારીઓએ ભાગ લીધો હતો અને વિકાસકામોની ચર્ચા કરી હતી.
ગુજરાત રાજ્યના શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણના અભિગમ સાથે વર્ષ ૨૦૨૫ની શહેરી વિકાસ
વર્ષ તરીકે ઉજવણી થઈ રહી છે. રાજય સરકાર દ્વારા અર્નિંગ વેલ, લિવિંગ વેલ ના મંત્ર સાથે નાના મોટા શહેરોને ગ્રોથ હબ
તરીકે વિકાસવીને ગુજરાત @૨૦૪૭નો રોડમેપ તૈયાર કરાયો છે. સરકાર શહેરી વિકાસ યાત્રાને વધુ વેગથી આગળ ધપાવવા
સંકલ્પબદ્ધ છે ત્યારે અમરેલીના આંગણે નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઇ વેકરિયા, ધારાસભ્યશ્રી-લાઠી જનકભાઈ તળાવીયા,
ધારાસભ્યશ્રી-સાવરકુંડલા-લીલીયા મહેશભાઈ કસવાલા, ધારાસભ્યશ્રી- ધારી જે.વી.કાકડિયા , અને નિવાસી અધિક કલેકટરશ્રી
અને ડેપ્યુટી કલેકટરશ્રી, અમરેલી તેમજ અમરેલી, દામનગર, સાવરકુંડલા, જાફરાબાદ, બગસરા, રાજુલા, ધારી, બાબરા, લાઠી,
ચલાલા નગરપાલિકાઓના પ્રમુખ, ચીફ ઓફિસર, પાલિકા ઈજનેર, એકાઉન્ટન્ટ, ટાઉન પ્લાનર, રિઝનલ ફાયર ઓફિસર, ચીફ
ઓફિસર, જીયુડીસી પ્રોજેક્ટ મેનેજર(PIU), પદાધિકારીશ્રીઓ હાજર રહી વિકાસકામોની ચર્ચા કરી હતી.
પદાધિકારીઓ અને ધારાસભ્યો દ્વારા લોક સમસ્યા, રસ્તાઓ, ગટર, પીવાના પાણી, ગંદકી, પેન્ડિંગ દરખાસ્તો વગેરે પ્રશ્નોના
નિરાકરણ માટે રજૂઆત કરી હતી. તેમજ વિકાસકામો કયા સ્ટેજ ઉપર છે તેને સમયસર પૂર્ણ કરવા અંગે પણ માર્ગદર્શન અપાયું
હતું.
શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત અમરેલીમાં યોજાઈ જિલ્લાની દસ નગરપાલિકાઓની સંકલન બેઠક


















Recent Comments