fbpx
રાષ્ટ્રીય

Corona Virus કોરોનાના નવા વેરિઅન્ટને પગલે વિદેશી ફ્લાઈટ બંધ કરવા કેજરીવાલની માંગ!

કોરોનાના નવા વેરિઅન્ટ ર્ંદ્બૈષ્ઠિર્હ મ્.૧.૧.૫૨૯એ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત જાેવા મળતા આ નવા પ્રકારના દર્દીઓ હવે ઘણા દેશોમાં જાેવા મળી રહ્યા છે. જાે કે ભારતમાં હજુ સુધી નવા પ્રકારનો કોઈ દર્દી મળ્યો નથી, પરંતુ ભારત સરકારે તેને નીપટવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજવાના છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને વિનંતી કરી છે કે જે દેશોમાં કોરોનાના નવા વેરિઅન્ટનું જાેખમ વધારે છે ત્યાંની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ પર પ્રતિબંધ મૂકવો જાેઈએ.

અરવિંદ કેજરીવાલે ટ્‌વીટ કરીને કહ્યું છે કે, હું માનનીય વડા પ્રધાનને વિનંતી કરું છું કે તેઓ એવા દેશોમાંથી ફ્લાઈટની અવરજવર બંધ કરે જ્યાં કોરોનાનું નવું વેરિઅન્ટ જાેવા મળ્યું છે. આપણો દેશ ખૂબ જ મુશ્કેલીથી કોરોનામાંથી બહાર આવ્યો છે. આપણને નવા વેરિઅન્ટને ભારતમાં પ્રવેશતા રોકવા દરેક પ્રયાસ કરવા જાેઈએ. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોનાની સ્થિતિને લઈને આજે થઈ રહેલી પીએમ મોદીની બેઠક પહેલા અરવિંદ કેજરીવાલે આ માંગ કરી છે.


તમને જણાવી દઈએ કે કોરોનાના નવા વેરિઅન્ટના જાેખમને જાેતા યુરોપિયન યુનિયન સહિત ૨૭ દેશોએ આફ્રિકન દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોનાના નવા વેરિઅન્ટનો પ્રથમ કેસ ૯ નવેમ્બરના રોજ બોત્સ્વાનામાં જાેવા મળ્યો હતો અને ત્યારથી તે હોંગકોંગ, બેલ્જિયમ અને ઈઝરાયેલમાં ફેલાયો છે. શનિવારે ઓસ્ટ્રેલિયાએ નવ દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો. આ દેશોમાં દક્ષિણ આફ્રિકા, નામિબિયા, ઝિમ્બાબ્વે, બોત્સ્વાના, લેસોથો, એસ્વાટિની, સેશેલ્સ, માલાવી અને મોઝામ્બિકનો સમાવેશ થાય છે.

Follow Me:

Related Posts