ગુજરાતમાં શસ્ત્રોના નકલી લાયસન્સ કૈભાંડમાં પોલીસ તપાસમાં મોટા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે હથિયારોનું નકલી લાયસન્સ લેવાની હોડ જામી હોય તેમ રાજ્યના ખેડૂત, વેપારી, બિલ્ડર, નેતા પુત્ર અને અસામાજિક તત્વો પાસે આ નકલી લાયસન્સ હોવાનું બહાર આવ્યું છે. જાે કે હથિયારના નકલી લાયસન્સ કેસમાં ચાલી રહેલા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. કોર્ટે હવે આ કેસમાં કાવતરાની કલમ ઉમેરવાની મંજૂરી આપી છે.
સમગ્ર રાજ્યમાં અત્યંત ચકચારી બનેલા હથિયારોના નકલી લાયસન્સ કૌંભાડમાં મોટા માથા હોવાની ચર્ચાએ પણ જાેર પકડ્યું છે. આ કૌંભાડમાં છ્જી દ્વારા કોર્ટમાં કાવતરાની કલમ ઉમેરવા માટે અરજી કરવામાં આવી હતી. જે અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખીને કાવતરાની કલમ ઉમેરવાની મંજૂરી આપી દીધી છે. આ કૌંભાડમાં અત્યાર સુધી ૧૦૦ થી વધુ શકમંદો વિરુદ્ધ છ્જી તપાસ કરી રહી છે. અત્યાર સુધી છ્જી દ્વારા ૬૬ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારથી છ્જી દ્વારા આ કૌભાંડની તપાસ કરવામાં આવી રહી છે ત્યારથી રોજે રોજ નવા ફણગાં ફૂટી રહ્યા છે. રાજ્યના અનેક નાગરિકો પાસે હથિયારોના નકલી પરવાના હોવાનું સામે આવી રહ્યું છે. તપાસ સંસ્થા દ્વારા આ એક મોટું કૌભાંડ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. તેથી જ છ્જી દ્વારા આ કેસમાં કાવતરાની કલમ ઉમેરવા માટે અરજી કરાઈ હતી. આ કાવતરાની કલમ ઉમેરાતા હથિયારના નકલી લાયસન્સ કેસને ઉકેલવામાં છ્જી ને ઝડપથી સફળતા મળી શકે છે. તેથી જ કોર્ટે છ્જી ની કાવતરાની કલમ ઉમેરવાની અરજીને મંજૂરી આપી છે.
મહત્વનું છે કે, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી વધુ પગારની લાલચે અનેક શખ્સો બોગસ લાયસન્સ અને ગન દર્શાવીને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. પોલીસ એજન્સીઓની નિયમિત તપાસના અભાવે આવા હ્લટ્ઠાી ઉીટ્ઠॅર્હ ન્ૈષ્ઠીહજી જીષ્ઠટ્ઠદ્બ ને પ્રોત્સાહન મળી રહ્યું છે. ચારેક વર્ષ અગાઉ સુરતની વરાછા કૉ.ઑ. બેંકના ગનમેન રાજેશ બિન્દ્રા (રહે. યુપી) પાસેથી બિહારનું નકલી ગન લાયસન્સ અને એજન્ટ થકી કોલકત્તાથી ગન ખરીદી હોવાનો કેસ ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. જ્યારે પશ્ચિમ અમદાવાદમાં આવેલા એક બંગલામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા શખ્સે બોગસ ગન લાયસન્સ અને બંદૂક લીધા હોવાનો પણ કિસ્સો ૪ વર્ષ અગાઉ સામે આવી ચૂક્યો છે.
હથિયારના નકલી લાયસન્સ કેસમાં કોર્ટે કાવતરાની કલમ ઉમેરવાની મંજૂરી આપી

Recent Comments