અમરેલી

સાવરકુંડલા શહેર ભાજપમાં જુથવાદનો ભોગ બનેલા કાર્યકરને કોર્ટે આપ્યો ન્યાય !! 

અમરેલી જિલ્લા ભાજપમાં જૂથવાદનો એરુ આભડી ગયો તેવો કિસ્સો  સાવરકુંડલા શહેરમાં બન્યો હોવાની વિગતો મળી રહી છે સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ૭ ના ભાજપના મહિલા સદસ્યના દીકરા સોહિલ શેખ પોતાના વિસ્તારમાં ગટરના પ્રશ્ને પાલિકા કચેરીમાં રજૂઆત કરવા ગયેલા ત્યારે ફરજ પરના કથિત રોજમદાર  કર્મચારી હિમાંશુ ભટ્ટ પાલિકાના સેનીટેશન વિભાગમાં  સ્વભાવે અલગ મિજાજ ધરાવતા આ રોજમદાર કર્મચારી  આ પાલિકાના સભ્યના પુત્ર સોહિલ શેખ પોતાના વિસ્તારમાં સ્થાનિકોની પડતી અગવડતાનું નિવારણ લાવવા પાલિકાએ ગયેલા ત્યારે આ કથિત રોજમદાર હિમાંશુ ભટ્ટ દ્વારા અસભ્ય વર્તન ચૂંટાયેલા પ્રતિનિધીના દીકરા સાથે  કર્યા બાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં કથિત રોજમદાર હોવા છતાં રાજ્યસેવકની ફરજમાં રુકાવટ સહિતની ફરિયાદ ભાજપના મહિલા સદસ્યના દીકરા પર કરવામાં આવેલ  આ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતીઓ મળી રહી છે ત્યારે મહિલા ભાજપના સદસ્યના દીકરા સોહિલ શેખ સામે ફરિયાદ ઊભી કરવા માટેનું નાટક ઊભું કરવામાં આવ્યું હતું 

અને ભાજપનું ચોક્કસ જૂથ ભાજપના જ નગરસેવિકાના પુત્રને ફરજમાં રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકી અને ગાળો આપવા સહિતની કલમો હેઠળ સાવરકુંડલા શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ આ સમગ્ર ઘટનાને લઈને સોહિલ શેખ દ્વારા નામદાર સાવરકુંડલા સેશન કોર્ટ સમક્ષ આ સમગ્ર પ્રકરણ અંગે આગોતરા જામીન અરજી રજૂ કરેલ તેને અનુસંધાને તેમના એડવોકેટ દ્વારા ધારદાર દલીલના અંતે નામદાર સેશન કોર્ટ દ્વારા એવું કથન કરવામાં આવેલ કે હંગામી ધોરણે નોકરી કરતા કર્મચારી રાજ્ય સેવકની વ્યાખ્યામાં આવી ન શકે તેથી ફરજ રૂકાવટની ફરિયાદ થઈ ન શકે અને તેમની દલીલના અંતે સોહિલ શેખના આગોતરા જામીન સાવરકુંડલા સેશન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ ત્યારે સમગ્ર શહેરની અંદર ચર્ચાસ્પદ બનેલા આ કેસને લઈને ભાજપના બે જૂથો વચ્ચે વર્ચસ્વની લડાઈ લડતા હોય તેવી ચર્ચાઓ લોકમુખે ચર્ચાઈ રહી છે. પ્રથમ તબક્કે સોહીલ શેખ દ્વારા ભાજપના કહેવાતા અને પડદા પાછળ રહીને ભાજપને જ પાડી દેવાની પ્રવૃત્તિ કરતા ચોક્કસ વ્યક્તિઓને પોતાના ગાલ પર એક તમતમતો તમાચો નામદાર કોર્ટે માર્યો હોય તેમ આગોતરા જામીન મંજૂર કર્યા હતા ને સત્યમેવ જયતેની સિદ્ધિઓ સાકાર થઈ હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું હોય ત્યારે આ સમગ્ર પ્રકરણને લઈને આગામી સમયમાં સાવરકુંડલા નગરપાલિકામાં મન મરજી મુજબ રોજમદારો ભરતી કરનારા લોકો સામે પણ હવે કાયદાકીય લડતના મંડાણ થાય તેવા સમીકરણો સાકર થઈ રહ્યા હોવાની વિગતો મળી રહી છે

Related Posts