Covid અને H૩N૨ વાયરસ એક સાથે એટેક કરે તો? આના પર તજજ્ઞોનો મત શું છે તે જાણો…
દેશમાં ઈન્ફ્લુએન્ઝાના ૐ૩દ્ગ૨ વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાયરસ વચ્ચે હવે કોરોના પણ પગપેસારો કરવા લાગ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડના નવા ૭૯૬ કેસ આવ્યા છે. ૧૦૯ દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા ૫૦૦૦ ને પાર ગઈ છે. લગભગ ચાર મહિના બાદ કોવિડના કેસમાં આ વધારો ચિંતાનો વિષય છે. ઈન્ફ્લુએન્ઝાનો દાયરો પણ વધી રહ્યો છે. તેમાં પણ મોત નોંધાઈ રહ્યા છે. હવે કોવિડ પણ ફેલાઈ રહ્યો છે. જેનાથી દેશમાં વાયરસના ડબલ એટેકનું જાેખમ તોળાઈ રહ્યું છે.
આવું એટલા માટે કારણ કે ઈન્ફ્લુએન્ઝા અને કોવિડ બંને વાયરસ રેસ્પિરેટરી ઈન્ફેક્શન કરે છે. એટલે કે તેના કારણે શ્વાસ લેવામાં પરેશાની થઈ શકે છે. ઈન્ફ્લુએન્ઝાથી દર્દીઓને ન્યૂમોનિયા પણ થવાનું જાેખમ રહે છે. કોવિડથી પણ ન્યૂમોનિયાના કેસ આવે છે. હવે સવાલ એ ઉઠે છે કે જાે આ બંને વાયરસ એક સાથે ફેલાય તો તે જીવલેણ સાબિત થઈ શકે? કે પછી આગામી કેટલાક સપ્તાહમાં કેસ ઓછા થવા લાગશે? ૐ૩દ્ગ૨ વાયરસથી અત્યાર સુધીમાં ૩ મોત થઈ ચૂક્યા છે. કેટલાક રાજ્યોમાં તેના કેસ વધી રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે કોવિડ અને ઈન્ફ્લુએન્ઝા આ બંને વાયરસ એક સાથે થઈ શકે છે. એટલે કે એક સાથે એક જ વ્યક્તિને સંક્રમિત કરી શકે છે. વાયરસના આ ડબલ એટેકથી દર્દીની હાલત ગંભીર થઈ જાય છે અને મોતનું જાેખમ પણ વધે છે.
લોકોને સલાહ આપવામાં આવે છે કે ઉધરસ, શરદી કે તાવ અંગે બેદરકારી ન વર્તો. ડોક્ટરોનું કહેવું છે કે હાલ કોવિડના લક્ષણો પણ ફ્લૂ જેવા જ છે. તેનાથી ગંભીર સમસ્યા થતી નથી. પરંતુ ઈન્ફ્લુએન્ઝા વાયરસ વધી ચેપી બની ગયો છે. બંને વાયરસના ફેલાવવાની રીત પણ લગભગ એક સરખી છે. આવામાં આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ બંને વાયરસ એક સાથે એટેક કરી શકે છે. વ્યક્તિ બંને વાયરસથી સંક્રમિત છે એવું કેવી રીતે ખબર પડી શકે? ડોક્ટરોનું કહેવું છે કે જાે કોઈ દર્દીને શરદી, ઉધરસ, અને તાવ હોય તથા આ લક્ષણો બે દિવસથી વધુ સમય સુધી રહે તો ડોક્ટરની સલાહ લેવી જાેઈએ.
પોતાનો આરટી પીસીઆર ટેસ્ટ કરાવવો જાેઈએ અને ફ્લુનો ટેસ્ટ પણ કરાવવો જાેઈએ. જાે ટેસ્ટ રિપોર્ટ કોવિડ અને ફ્લુ બંને માટે પોઝિટિવ હોય તો તેનો અર્થ છે કે બંને વાયરસથી એકસાથે સંક્રમિત થયા છે. આવામાં તરત હોસ્પિટલ જવું જાેઈએ અને સારવાર કરાવવી જાેઈએ. બેદરકારી જાેખમી બની શકે છે. ડોક્ટરોનું કહેવું છે કે ઈન્ફ્લુએન્ઝાના વધતા જાેખમને જાેતા ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને જૂની બીમારીઓથી પીડાતા દર્દીઓએ સતર્ક રહેવું જાેઈએ. જાે આ લોકોમાં ફ્લૂના લક્ષણો હોય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. ઉધરસ અને શરદી તથા તાવને જરાય હળવાશમાં ન લેવા જાેઈએ.
Recent Comments