ભાવનગર

Covid-19ની મહામારી નિયંત્રણનાં પગલા રુપે તા.૨૧/૦૩/૨૦૨૧થી વિક્ટોરીયા પાર્ક બંધ રહેશે

        હાલની પરિસ્થિતીને ધ્યાને લેતા કોવિડ-૧૯નાં દૈનિક કેસોમાં વધારો થઇ રહેલ છે. જેથી મહામારી ફેલાવાની શક્યતાને ધ્યાને લઇ વિક્ટોરીયા પાર્ક અનામત જંગલ આવતીકાલથી જાહેર જનતા માટે બંધ કરવામાં આવશે. કોરોના મહામારી નિયંત્રણમાં આવ્યે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ રાબેતા મુજબ વિકટોરીયા પાર્ક શરૂ કરવામાં આવશે. હાલ, બીજો હુકમ ન થાય ત્યાં સુધી વિક્ટોરીયા પાર્ક જાહેર જનતા માટે બંધ કરવામાં આવશે તેમ નાયબ વન સંરક્ષકશ્રી, ભાવનગર વન વિભાગ, ભાવનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે

Related Posts