fbpx
રાષ્ટ્રીય

COVID-19: શું તમારા ઘરમાં કોરોનાના દર્દી છે? તો રાખો આ સાવધાની, નહિં તો…

ભારતની સાથે-સાથે દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. જેમાં પહેલી લહેર, બીજી લહેર અને અત્યારે ચાલી રહેલી ત્રીજી લહેરમાં અનેક લોકો આ વાયરસના ઝપેટમાં આવી રહ્યા છે. આ કોરોનામાં અનેક લોકોના પરિવારનો માળો વિખેરાઇ ગયો છે. આમ, હાલમાં ચાલી રહેલી ત્રીજી લહેરમાં જો તમારા ઘરમાં પણ કોઇને કોરોના થયો હોય તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

હોમ આઇસોલેશનમાં દર્દીનું મોટા પાયે ધ્યાન રાખવુ પડે છે. આ સાથે જ હોમ આઇસોલેશનમાં જો તમે આ પ્રકારે ધ્યાન રાખશો તો ઘરની બીજી વ્યક્તિ જલદી ઝપેટમાં આવશે નહિં. તો જાણી લો તમે પણ ઘરમાં સંક્રમિત વ્યક્તિની કેવી રીતે દેખભાળ કરશો.

આ રીતે ઘરે ઇલાજ કરો

  • જો તમે કોરોના સંક્રમિત છો તો તમે પ્રવાહી પદાર્થોનું સેવન વધુ પ્રમાણમાં કરો. આ સાથે એવા રૂમમાં રહો જેમાં સૌથી વધુ હવાની અવરજવર રહે. જો તમે દર્દીના રૂમમાં  જઇ રહ્યા છો તો ખાસ કરીને થોડો અંતર બનાવીને રાખો.
  • ઉંમરવાળા લોકો તેમજ જે વ્યક્તિ ગંભીર બીમારીઓથી પીડાતા હોય તેમને આ પ્રકારના લક્ષણો દેખાતા તરત જ ડોક્ટરની સલાહ લઇ લો.
  • આ સાથે જ તમારા ઘરમાં કોઇ હોમ આઇસોલેટ છે તો ડોક્ટરની અનેક બાબતો પર પૂરેપુરું ધ્યાન આપો અને એ નિયમોનું કડક રીતે પાલન કરો. સારવારને લઇને કોઇ પ્રશ્ન મનમાં ઉભો થાય તો તરત જ ડોક્ટર સાથે વાત કરો અને વાતનું સોલ્યુશન લાવો,
  • જો તમે ડાયાબિટીસ કે બીજી કોઇ ગંભીર બીમારીઓથી પીડાવો છો તો કોરોના દર્દીઓથી દૂર રહો.
  • કોરોના દર્દીની દેખભાળ કર્યા પછી તમારા હાથને વારંવાર ધોવાનું રાખો. આ સાથે જ તમે સેનેટાઇઝરનો ઉપયોગ કરો.
  • દર્દીને મળ્યા પછી અથવા તો દર્દીના રૂમમાં જાવો ત્યારે ખાસ કરીને મોં, નાક, આંખને અડવાથી બચો. આ સાથે જ માસ્ક પહેર્યા વગર રૂમમાં જવાનું ટાળો.   
Follow Me:

Related Posts