રાષ્ટ્રીય

ક્રિકેટર કે.એલ. રાહુલ તથા તેની એકટ્રેસ પત્ની અથિયા શેટ્ટીએ દીકરીનું નામ ઈવારા રાખ્યું

ભારતીય ક્રિકેટર કે.એલ. રાહુલ તથા તેની બૉલીવુડ અભિનેત્રી પત્ની અથિયા શેટ્ટીએ તેમની દીકરીનું નામ ઈવારા રાખ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર દીકરીની પહેલી ઝલક દર્શાવી હતી સાથેજ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ઈવારાનો મતલબ ભગવાન દ્વારા મળેલી ભેટ એવો થાય છે. આ દીકરીને તેઓ ઈશ્વરીય ભેટ સમાન ગણે છે.
બોલીવુડના ખ્યાતનામ અભિનેતા સુનીલ શેટ્ટી ની પુત્રી અભિનેત્રી અથિયા અને ક્રિકેટર કે એલ રાહુલની આ પોસ્ટ પર અનુષ્કા શર્મા, મલાઈકા અરોરા, સામંથા રુથ પ્રબુ સહિતની સેલિબ્રિટીઓએ કોમેન્ટસ કરી છે અને પોતાનો પ્રેમ દર્શાવ્યો છે.
ગઈ તા. ૨૪મી માર્ચે અથિયાએ ઈવારાને જન્મ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હાલ આઈપીએલમાં કે. એલ. રાહુલનું પરફોર્મન્સ પણ વખણાઈ રહ્યું છે. થોડા દિવસો પહેલાં એવા સમાચાર પણ હતા કે કે.એલ. રાહુલે સસરા સુનિલ શેટ્ટી સાથે મુંબઈ નજીકના થાણેમાં ૧૦ કરોડ રુપિયાની જમીન ખરીદી છે.

Related Posts