સૌથી મોટા મોદી સ્ટેડિયમમાં IPL 2025ની ફાઈનલ મેચ રમાવાણી છે ત્યારે આ મેચ જોવા માટે ક્રિકેટ પ્રેમી લોકો ગુજરાત બહારથી પણ આવાના છે. ત્યારે અનેક લોકોને મેચની ટીકિટો નહીં મળતી હોવાથી તેઓ કાળા બજારીમાં ટિકિટો વેચતા લોકો પાસેથી વધુ પૈસા આપીને ટિકિટો ખરીદતા હોય છે. મેચ દરમિયાન આવા કાળા બજારીયાઓને સકંજામાં લેવા પોલીસ પણ સક્રિય રહેતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર IPLની મેચની ટિકિટોની કાળાબજારી કરતા એક આરોપીને 6 ટિકિટ સાથે ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.
આ મામલે પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં રમાનારી મેચ માટે લોકોને ટિકિટો નહીં મળતી હોવાથી લોકો કાળા બજારી કરતા શખ્સો પાસેથી વધુ પૈસા આપીને ટિકિટો ખરીદી રહ્યાં છે. ક્રાઈમ બ્રાંચે 1500ની ટિકિટ પાંચ હજારમાં વેચતા એક આરોપીને 6 ટિકિટો સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે પાલડીના મહાલક્ષ્મી ચાર રસ્તા પાસેથી આરોપી અમન રામાણીને 6 ટિકિટો સાથે ઝડપી પાડ્યો છે.
પોલીસને મળેલી એક બાતમીને આધારે અમદાવાદના પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તા પાસેથી અમન રામાણીની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરી હતી. તેની તપાસ કરતાં તેની પાસેથી 6 ટિકિટો મળી આવી હતી. પોલીસે ધરપકડ કરેલા આરોપી અમનની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, 1500ની ટિકિટ તે પાંચ હજારમાં વેચતો હતો. પોલીસે આ યુવક ટિકિટ વેચે તે પહેલા જ તેને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 6 ટિકિટો જપ્ત કરી લીધી હતી. આરોપીને ઝડપ્યા બાદ તેને પાલડી પોલીસને સોંપવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે તેને નોટીસ આપીને મુક્ત કર્યો હતો.


















Recent Comments