ગુજરાત

અમદાવાદમાં મેટ્રોમાં મિત્રની જ ડીગ્રીમાં ચેડા કરીને મેગા પ્રોજેક્ટના છય્સ્ બની બેઠેલા આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો

બોગસ ડોક્યુમેન્ટના આધારે મેટ્રોના મેગા પ્રોજેક્ટમાં એજીએમ તરીકે નોકરી કરનાર ગઠિયાને અમદાવાદ ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યો છે. આ સમગ્ર મામલે મિત્રએ ઇ્ૈં કરીને માહિતી માંગી હતી અને પછી આરોપીએ કરેલા કાંડનો ભાંડો ફૂટ્યો હતો. જેને લઈને ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં પંકજ પ્રસુનસિંગ નામના વ્યક્તિએ તેના મિત્ર કપિલ શર્મા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કપિલ શર્માએ પંકજની ડિગ્રી સાથે ચેડી કરીને અમદાવાદ મેટ્રોના મેગા પ્રોજેક્ટના છય્સ્ તરીકે નોકરી મેળવી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સમગ્ર મામલે પંકજે ઇ્ૈં કરીને માહિતી મેળવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
આ ઘટનામાં પોલીસ ફરિયાદ અનુસાર, તજાકિસ્તાનમાં આરોપી કપિલ અને ફરિયાદી પંકજ સાથે નોકરી કરતા હતા. એ સમયે આરોપીએ ભાગીદારીમાં અમદાવાદમાં કન્સ્ટ્રક્શનનો ધંધો કરવા પંકજની ડિગ્રી સહિતના ડોક્યુમેન્ટ મેળવ્યા હતા. જાે કે, આ પછી આરોપીએ મિત્રના ડોક્યુમેન્ટમાં ચેડા કરીને અમદાવાદ મેટ્રોમાં નોકરી મેળવી લીધી હતી.
જે પછી સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ દ્વારા તપાસ કરીને આરોપી કપિલની ધરપકડ કરી હતી. અગાઉ આરોપીએ મધ્યપ્રદેશના પલાસીયા પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડી અને બોગસ દસ્તાવેજના ગુનાને અંજામ આપ્યા હતા અને હાલ જામીન પર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચે આરોપીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts