રાષ્ટ્રીય

પાક. પૂર્વ PM ઈમરાન ખાનને ૧૪ વર્ષ અને પત્ની બુશરા બીબીને ૭ વર્ષની જેલ

પાકિસ્તાનની એક કોર્ટે ઈમરાન ખાનને ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં ૧૪ વર્ષની જેલની સજા સંભળાવી છે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુસીબતો ફરી વધી ગઈ છે. પાકિસ્તાનની એક કોર્ટે ઈમરાન ખાનને ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં ૧૪ વર્ષની જેલની સજા સંભળાવી છે. સ્થાનિક ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાનની એક અદાલતે શુક્રવારે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જમીન ભ્રષ્ટાચારના કેસમાં ૧૪ વર્ષની જેલ અને તેમની પત્ની બુશરા બીબીને ૭ વર્ષની જેલની સજા ફટકારી છે.

પાકિસ્તાનની એક અદાલતે શુક્રવારે ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ફ્ર૧૯૦ મિલિયનના અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવ્યા અને તેમને અનુક્રમે ૧૪ અને સાત વર્ષની જેલની સજા સંભળાવી હતી. ભ્રષ્ટાચાર વિરોધી અદાલતના ન્યાયાધીશ નાસિર જાવેદ રાણાએ છેલ્લે ૧૩ જાન્યુઆરીએ ર્નિણય જાહેર કર્યો હતો, જે જુદા જુદા કારણોસર ત્રણ વખત મુલતવી રાખવામાં આવ્યો હતો. જજે આ ચુકાદો અદિલા જેલમાં સ્થાપિત કામચલાઉ કોર્ટમાં સંભળાવ્યો હતો. નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો એ ડિસેમ્બર ૨૦૨૩ માં ખાન, ૭૨, બુશરા બીબી, ૫૦ અને અન્ય છ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જેમાં તેમના પર રાષ્ટ્રીય તિજાેરીને ૧૯૦ મિલિયન પાઉન્ડ નું નુકસાન થયું હતું . પરંતુ ઇમરાન ખાન અને તેની પત્ની પર કાર્યવાહી કરવામાં આવી હતી કારણ કે પ્રોપર્ટી બિઝનેસમેન સહિત અન્ય તમામ આરોપીઓ દેશની બહાર હતા.

Related Posts