અમરેલી

માવઠા સામે પાક સુરક્ષાની માર્ગદર્શિકા…પાકને સુરક્ષિત રાખવા તાત્કાલિક પગલા લેવાથી નુકશાનની માત્રા ઓછી કરી પાકની ગુણવત્તા જાળવી શકાય

માવઠાથી ઉભા પાક અને લણણી કરેલા પાકને સુરક્ષિત રાખવા તાત્કાલિક પગલા લેવાથી નુકશાનની માત્રા ઓછી કરી પાકની ગુણવત્તા જાળવી શકાય છે. ખેતરમાં પાણી ભરાઈ રહેવાના કારણે ઓક્સિજનની તીવ્ર ઉણપ સર્જાય છે. પાણી ભરાવવાથી મૂળના વિસ્તારમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. જે છોડના વિકાસ અવરોધે છે. ઉપજમાં ૨૦-૫૦ ટકાનો ઘટાડો થાય છે. ઘઉં અને જવ જેવા મુખ્ય પાકોમાં પાણી ભરાવવાથી નોંધપાત્ર આર્થિક નુકશાન થાય છે. જમીનમાં નાઇટ્રોજનની ઉપલબ્ધતા ઘટે છે અને સુક્ષ્મ તત્વોનું પ્રમાણ વધવાથી ઉભા પાકને નુકશાન થાય છે.

ખેતરમાં વરસાદનું પાણી ભરાઈ ન રહે તે માટે નીક બનાવી વધારાનું પાણી કાઢવું. પવન સાથેના વરસાદમાં મકાઇ અને પપૈયા જેવા પાકને લાકડા કે વાંસનો ટેકો આપવો. જમીનમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી પિયત કે ખાતર ન આપવું

લણણી કરેલ પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટીકની તાડપત્રીથી ઢાંકી દેવું. ડુંગળી અને લસણનો સંગ્રહ તૈયાર પાક કાપીને સુકા સ્થળે સંગ્રહ કરવો જેથી તે સડી ન જાય. વરસાદ સંપૂર્ણપણે બંધ થઈ જાય ત્યારપછી જ જંતુનાશક કે ફુગનાશક દવાઓનો છંટકાવ કરવો.

આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારીશ્રી, તાલુકા અમલીકરણ અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામકશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ પર સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts