અમરેલી

રાજુલા અને જાફરાબાદના CRP અને કૃષિ સખીઓએ પ્રાકૃતિક કૃષિના પ્રેરણા ધામ સમા મોડેલ ફાર્મની મુલાકાત લીધી : ખેડૂતો પણ જોડાયાપ્રાકૃતિક કૃષિ દ્વારા બાગાયત અને શાકભાજીના ઉત્પાદન અને માર્કેટીંગની માહિતી મેળવી

અમરેલી તા. ૨૩ જુલાઈ૨૦૨૫ (બુધવાર) આત્મા પ્રોજેક્ટ અમરેલી દ્વારા પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકાના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. આ પ્રેરણા પ્રવાસના ભાગરૂપે અમરેલીના રાજુલા મુકામે આવેલા મુરલીધર પ્રાકૃતિક ફ્રૂટ ફાર્મની પ્રાકૃતિક કૃષિના સંવાહક એવા CRP અને કૃષિ સખીની મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાતમાં  નોન મિશન ઓન નેશનલ ફાર્મિંગ અંતર્ગત કાર્યરત બંને તાલુકાના CRP (કોમ્યુનિટી રિસર્ચ પર્સન) અને કૃષિ સખીઓને પંચસ્તરીય મોડેલ ફાર્મની સમજ આપવામાં આવી હતી. 

આ મુલાકાત વેળાએ અમરેલી આત્મા પ્રોજેકટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી, દિલીપભાઈ ચાવડા દ્વારા જીવામૃત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. સાથે સાથે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના શ્રી, ધ્રુવભાઈ દેસાઈ દ્વારા પ્રાકૃતિક કૃષિ ખેતપેદાશોનું માર્કેટિંગ અને વેચાણ વ્યવસ્થા વિશે સમજૂતી આપવામાં આવી હતી.

આ પ્રેરણા પ્રવાસમાં મુરલીધર પ્રાકૃતિક ફ્રૂટ ફાર્મના માલિક શ્રી, દાનાભાઈ લાડુમોરે પોતાના ખેતરમાં વિવિધ પાકોના વાવેતર વિશે અને બાગાયત  પાકો જેવા કે નારિયેળી (D*T) + સજીવ આચ્છાદન તરીકે શકરીયાના વાવેતર વિશે અને  સફેદ જાંબુ, લાલ જાંબુ, જામફળ, ડ્રેગન ફુટ, આંબા, લિંબુડી તેમજ  શાકભાજીમાં રીંગણ, ધાણા, પાલક, મિક્સ પાકના વાવેતર, માર્કેટિંગ વ્યવસ્થા વિશે માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમનું સધળું આયોજન રાજુલા આત્મા પ્રોજેક્ટના બ્લૉક ટેકનોલોજી મેનેજર શ્રી, દિનેશભાઈ સાવલીયા, જાફરાબાદના બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રી રાજેશભાઈ મકવાણા અને રાજુલા તાલુકા આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર શ્રી શિવરાજ ભાઈ ધાખડા અને ભાવનાબેન સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Posts