ઝ્રજીૈંઇ-નેશનલ ફિઝિકલ લેબોરેટરી, નવી દિલ્હી દ્વારા ૧૧ અને ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ સ્છઁૈંઝ્ર ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદની થીમ “મેઝરમેન્ટ ફોર ઓલ ટાઇમ, ફોર ઓલ પીપલ” હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય તમામ હિસ્સેદારોને એક પ્લેટફોર્મ પર લાવવાનો અને દેશમાં મેટ્રોલોજિકલ ટ્રેસેબિલિટી ચેઇનને મજબૂત બનાવવા અને દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં યોગદાન આપવા માટે મેટ્રોલોજી ક્ષેત્રમાં વિકાસ, નવીનતાઓ અને પડકારો વિશે ચર્ચા કરવાનો હતો. ઝ્રજીૈંઇ-દ્ગઁન્ના ફિઝિકલ-મિકેનિકલ મેટ્રોલોજી વિભાગની કેલિબ્રેશન અને પરીક્ષણ પ્રવૃત્તિઓનું એક ફ્લાયર મુખ્ય મહેમાન ડૉ. નાગહાનુમૈયા, ડિરેક્ટર, સેન્ટ્રલ મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ (ઝ્રસ્ૈં), બેંગલુરુ અને ગેસ્ટ ઓફ ઓનર ડૉ. એસ. ડી. અત્રી, સભ્ય (ટેકનિકલ), કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ ઇન નેશનલ કેપિટલ રિજન એન્ડ એજજાેઇનિંગ એરિયાઝ (ઝ્રછઊસ્)ની ઉપસ્થિતમાં બહાર પાડવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં એક પોસ્ટર સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંશોધકો, સંશોધન સહયોગીઓ, વૈજ્ઞાનિકો, ટેકનિકલ અધિકારીઓ અને પીએચડી વિદ્વાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. કોન્ફરન્સમાં ભાગ લેનારા સંશોધકો દ્વારા ૪૪ પોસ્ટરો રજૂ કરવામાં આવ્યા હતા અને શ્રેષ્ઠ પોસ્ટરોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં, ઝ્રજીૈંઇ-દ્ગઁન્એ ઉદ્યોગને ટેકનિકલ એપ્લિકેશનો માટે સામગ્રી પુન:પ્રાપ્તિ માટે મેટલ/પોલિમર લેમિનેટ-આધારિત સ્ન્ઁ રિસાયક્લિંગ નામની ટેકનોલોજી પણ ટ્રાન્સફર કરી હતી.
સમાપન સમારોહમાં બોલતા, ઝ્રજીૈંઇ-દ્ગઁન્ના ડિરેક્ટર પ્રોફેસર વેણુગોપાલ અચંતાએ દેશના સામાજિક-આર્થિક વિકાસમાં મેટ્રોલોજીની જરૂરિયાત અને યોગદાન અને રાષ્ટ્રીય માપન ધોરણોના વિકાસ માટે માર્ગ મોકળો કરવામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો અને ઝ્રજીૈંઇ-નેશનલ ફિઝિકલ લેબોરેટરીના વૈજ્ઞાનિકોને સ્વદેશી માપન ધોરણો વિકસાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
CSIR-નેશનલ ફિઝિકલ લેબોરેટરી દ્વારા ‘મેઝરમેન્ટ ફોર ઓલ ટાઇમ, ફોર ઓલ પીપલ’ થીમ પર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ MAPICI ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું

Recent Comments