અમરેલી

સાવરકુંડલામાં હાલ જે. વી. મોદી હાઈસ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે ફરજ સંજયભાઈ મહેતાની સગીત શિક્ષાની ફલશ્રુતિ

જે સંગીત સાધના અને પોતાના શિષ્યોને સંગીતનું જ્ઞાન અર્પણ કરવામાં પોતાનું જીવન વ્યતીત કરતાં જોવા મળે છે એવા સંગીતના મર્મજ્ઞ અને લોકસાહિત્યની નાડને પારખી એક સંગીત ગાયન વાદન ક્ષેત્રે અનેક પ્રતિભાઓના શિલ્પને કંડારનાર સાવરકુંડલાને સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો ક્ષેત્રે અનોખું પ્રદાન કરનાર હાલ જે. વી મોદી હાઈસ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતા સંજયભાઈ મહેતાએ પોતાની પાસે તૈયાર થનાર સંગીત ગાયન વાદનના એક શિષ્ય અંકિત જાદવ સંદર્ભ પોતાનો ઉદ્ગાર જણાવતા જણાવ્યું હતું કે 

મારી માતૃશાળા બનજારા હાઇસ્કુલમાં  ધોરણ ૮ થી ૧૨ સુધી અભ્યાસ સાથે સંગીતનું શિક્ષણ પણ મેળવ્યું અને અને ત્યારે રાજ્ય કક્ષા સુધી સંગીત ગાયન સ્પર્ધાઓમાં  નંબર મેળવેલ અને ત્યારબાદ વડોદરા એમ. એસ. યુનિવર્સિટીમાં સંગીતનો અભ્યાસ પૂર્ણ કરી હાલ સુરત ખાતે DPS ( દિલ્હી પબ્લિક સ્કૂલ )માં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતા  અંકિત જાદવ સંદર્ભે જણાવ્યું હતું કે આ નવરાત્રિમાં સુરત ખાતે SVN સુરત વાઈબ્રન્ટ નવરાત્રી પાર્ટી પ્લોટમાં ભાઈ અંકિત આટલું સુંદર પર્ફોમન્સ આપતો હોય ત્યારે એક શિક્ષક તરીકે પોતે સંજયભાઈ ગૌરવ સાથે ખુબ રાજીપો વ્યક્ત કરે છે

Related Posts