ખાસકરીને બીએલઓ તરીકે શિક્ષકો,આંગણવાડી બહેનો કાર્યરત છે જેમાં હાલ ગણતરી ફોર્મની વિતરણ,અપલોડની કામગીરી ચાલી રહી છે જેમાં કર્મચારીઓ સવારથી મોડી રાત્રી સુધી આ કામગીરી પુરી નિષ્ઠા અને ખંતથી જોડાયેલ જોવા મળે છે. પરંતુ હાલ જે બ્લોક લેવલ ઓફિસર્સને એપ્લિકેશનમા કામ કરવાનું છે એ એપ્લિકેશનમાં સતત એરર આવે છે, વારંવાર લોગ આઉટ થઈ જવાય છે અને ફોટો અને ફોર્મ અપલોડ કરતી વખતે ચકરડા જ ફર્યા કરે છે જેના કારણે આ કામગીરીમાં રોકાયેલ કર્મચારીઓનો સમય ખૂબ જ વ્યય થાય છે સાથે બાળકોના શિક્ષણના ભોગે આ કામગીરી કરાવવામાં આવે છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. જો કે આ રાષ્ટ્રીય કામગીરી કહેવાય અને ખૂબ જવાબદારી સાથે કામગીરી હાથ ધરવી પડે. કોઈ પણ ક્ષતિ મતદાતા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખરાબ સર્વરના કારણે કોઈ કામ થઈ શકતું નથી અને સતત મોડી રાતે પણ મહિલા બીએલઓને ફોન કરી કામગીરી નિશ્ચિત ટાર્ગેટ પૂરો કરવા જણાવવામાં આવે છે જેના કારણે તેઓ માનસિક અને શારીરિક રીતે પણ ખૂબ જ ત્રાસ અનુભવે છે ખરેખર આ કામગીરી જો કરાવવી જ હોય તો એપ્લિકેશન સારી રીતે ચાલે એવું પહેલા આયોજન ચૂંટણીપંચ દ્વારા જ થવુ જોઈએ જેથી કામ કરનાર કર્મચારીનો સમય વ્યય ન થાય તેમજ મહિલા બી.એલ.ઓ.ની સ્થિતિ તો એવી છે કે નહીં ઘરના નહીં ઘાટના. તેઓ નથી પરિવારને કે પોતાના બાળકોને સમય આપી શકતા પોતાને સોપેલ વિસ્તારમાં ફરવું સાથે ફોર્મ એકઠાં કરવા એ કામ કરે અને જ્યારે અપલોડ કરવા બેસે તો એપ્લિકેશન ચાલે નહિ અને છતાં એપ્લિકેશનના સ્કિનશોટ મોકલવા છતાં ઉપરી અધિકારીઓ માનવા તૈયાર નથી હોતા કે એપ્લિકેશનનો પ્રશ્ન છે ખરેખર એક વાર બીએલઓ સાથે ગ્રાઉન્ડ લેવલે આવા અધિકારી કામ કરે અને એપ્લિકેશનમાં કામ કરે તો એમને ખ્યાલ આવે કે ખરેખર કામ કેમ થાય.??
– પ્રસ્તુત તસ્વીરમાં સાવરકુંડલા શાળા નંબર પાંચના શિક્ષક ભાર્ગવભાઈ પંડ્યા રાત દિવસ ઉજાગરા કરીને કામગીરી કરતા જોવા મળે છે..એની કામગીરીનો માનસિક થાક પેલા અરિસામાં સ્પષ્ટ અંકિત થતો જોવા મળે છે. આમ કામગીરી ખરેખર આપેલ નિયત સમયની સરખામણીએ ખૂબ વધારે છે. પાછી થોડી એવી ભૂલ પણ મતદારોને પોતાના મતદાન અધિકારોથી વંચિત રાખી શકે છે.!! એટલે સાવધાન, ખબરદાર મતદાતાઓએ પણ આ સંદર્ભે સતર્કતા અને જાગૃતિ કેળવવી પડશે.


















Recent Comments