હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. દરિયામાં બનેલી સિસ્ટમને કારણે અનેક જગ્યાઓએ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરબ સાગરમાં વર્ષ 2025નું પહેલું સાયક્લોન શક્તિ સક્રિય થઈ રહ્યું છે. વાવાઝોડાને લઈને ભારતીય મૌસમ વિભાગ(IMD) દ્વારા જાણકારી આપવામાં આવી છે. IMD મુજબ, અરબ સાગરના ઉત્તર-પૂર્વ ભાગમાં ડીપ ડિપ્રેશન બન્યું છે. જે ધીમે-ધીમે ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે.
અરબ સાગરમાં સાયક્લોનિક શક્તિ સક્રિય થયું છે. જેની અસર ગુજરાત સહિતના રાજ્યમાં જોવા મળે તેમ છે. IMD અનુસાર, શુક્રવારે (3 ઑક્ટોબર) સવારે 8:30 સિસ્ટમ ગુજરાતના દ્વારકાથી લગભગ 240 કિલોમીટર અને પોરબંદરથી 270 કિલોમીટર દૂર હતી. જ્યારે આગામી ત્રણ કલાકમાં આ સાયક્લોનિક વધુ સક્રિય થશે. જેના 24 કલાકમાં સાયક્લોનિક શક્તિનું જોર વધશે અને ભયંકર પવન ફૂંકાવાની શક્યતા છે. શરુઆતમાં આ સાયક્લોનિક પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ અને પછી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધશે.
સાયક્લોનિકના નામ રાખવાની એક ખાસ પ્રક્રિયા છે. જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા તૂફાનોના નામ રાખવાની સિસ્ટમ વર્ષ 2024માં શરુ થઈ હતી. આ સિસ્ટમમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલૅન્ડ જેવા દેશ સામેલ છે. સાયક્લોનિક ‘શક્તિ’નું નામ શ્રીલંકા દ્વારા અપાયું છે. આ એક તમિલ શબ્દ છે જેનો મતલબ ‘તાકાત’ અથવા ‘Power’ થાય છે. વાવાઝોડાના નામ રાખતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે. જેમ કે, નામ અપમાનજનક ન હોવું જોઈએ. નામ ટૂંકું અને સરળ હોવું જોઈએ. એક વાર ઉપયોગ થઈ ગયા પછી, નામનો ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ, વગેરે.
હવામાન વિભાગે અરબ સાગરમાં ભારે પવન ફૂંકાવવા સહિત સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાને લઈને ચેતવણી આપી છે. અરબ સાગરમાં 55-65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાનું જોર વધ્યું છે, જે વધીને 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી થઈ શકે છે. જેમાં 3 ઑક્ટોબરની સાંજે હવાનું દબાણ 75-85 કિ.મી. પ્રતિ કલાક થવાની સંભાવના છે.
આજે (4 ઑક્ટોબર) સાંજથી 6 ઓક્ટોબરની સવાર સુધી આ સાયક્લોનિક વધુ સક્રિય થઈ શકે છે. આ દરમિયાન 100-110 કિ.મી. પ્રતિ કલાક સુધી ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. તેમજ 125 કિ.મી. પ્રતિ કલાકની પવનની ઝડપે જઈ શકે છે.




















Recent Comments