દાદાનું બુલડોઝર માત્ર ગરીબોના ઝુંપડા પર ચાલે છે, ઉધોગપતિઓના દબાણ આગળ આવીને બંધ થઈ જાય છે : અમિત ચાવડા

ગુજરાત વિધાનસભાના તારાંકિત પ્રશ્નોતરી કાળમાં કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં તારીખ ૩૧.૧૨.૨૦૨૪ની સ્થિતિએ સુરત જિલ્લામાં તાલુકાવાર સરકારી જમીનોમાં કેટલી ખાનગી કંપનીઓ ધ્વારા ક્યારથી દબાણ કરવામાં આવેલ અને તેની કાયૅવાહી વિશે માહિતી માંગવામાં આવી હતી. આ મુદ્દે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી હસ્તકના મહેસૂલ વિભાગ ધ્વારા પ્રશ્ન સંદર્ભે બે અલગ અલગ પ્રશ્નના જવાબ આપ્યા કે સુરતમાં આર્સેલર મિત્તલ નીપ્પોન સ્ટીલ ઈન્ડિયા ધ્વારા સુરત જિલ્લામાં ચોર્યાસી તાલુકામાં ૮,૩૫,૭૪૫ ચો.મી. જમીન ઉપર ૩૦ વર્ષ કરતા વધુ સમયથી દબાણ કરેલ છે.
મહેસૂલ વિભાગ ધ્વારા આપવામાં આવેલ માહિતી મુદ્દે શ્રી અમિત ચાવડાએ મીડિયાને જાણકારી આપતા કહ્યું કે ગુજરાતમાં દબાણ હટાવવાના નામે જે રીતે ગરીબો હટાવવાનું એક વ્યવસ્થિત ષડયંત ચાલી રહ્યું છે, વ્યવસ્થીત મુહિમ કરી રહી છે અને દાદાના બુલડોઝરના નામે સરકાર એની વાહવાહી કરી છે પણ દાદાનું બુલડોઝર ફક્ત ગરીબોના નામે ઘર ઉપર ચાલે છે જ્યારે ઉધોગપતિ આવે ત્યાં જઈને દાદાનું બુલડોઝર એકદમ બંધ થઈ જાય છે.
શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે આજે વિધાનસભાની પ્રશ્નોતરીમાં જે જવાબ મળ્યા છે કે ખાનગી કંપની ધ્વારા સુરત જિલ્લામાં જે દબાણ કરવામાં આવ્યું. એક બાજુ દાદાનું બુલડોઝર અમદાવાદમાં ઓઢવમાં રબારી વસાહત હોઈ ત્યાં રબારી સમાજના લોકોના ઘર પર ચાલે, ઠાકોર સમાજના ઘરો પર કેશવનગરમાં ચાલે, પાલનપૂરમાં ગરીબોના ઘર ઉપર ચાલે કે દ્વારકા હોય, આણંદ હોય.શ્રી અમિત ચાવડાએ મુખ્યમંત્રીની ગરીબો હટાવવાની નીતિ પર આક્ષેપ કર્યો કે રાજ્યમાં દરેક વિસ્તારમાં ગરીબોના ઘર ઉપર ચાલે પણ આજે વિધાનસભાની પ્રશ્નોતરીમાં જે જવાબ મળ્યો કે સુરત જિલ્લામાં લગભગ ૮,૩૫,૭૪૫ ચોરસ મીટર પર આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા, E.P.C. કન્સ્ટ્રકશન ઇન્ડિયા, E.B.T.L. કંપનીઓ દ્વારા એક વર્ષથી નહી, ૩૦ વર્ષ, ૩૮ વર્ષ, ૩૬ વર્ષ, ૩૩ વર્ષ થી ૩૨ વર્ષથી કે ૩૦ વર્ષ કરતાં વધારે સમયથી આટલું મોટું દબાણ કર્યું હોય પણ ત્યાં દાદાનું બુલડોઝર ચાલતું નથી એવી જ રીતે સુરત જિલ્લામાંથી જ્યાંથી રાજ્યના ગૃહમંત્રી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે,
એમના જ વિસ્તારમાં, એમના જ આશીર્વાદથી એમની જ મિલીભગતથી એમના જ મળતિયા ધ્વારા જે ઝીંગા તળાવના નામે આપણી સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે એના પણ વિધાનસભામાં આંકડા જોઈએ તો ફકત સુરત જિલ્લા એકલામાં જ ૨૦,૧૦૦,૦૦૦ ચોરસ મીટર સરકારી જગ્યા પર ઝીંગા તળાવના નામે ભાજપના મળતિયાઓનાં દબાણ છે એટલે સ્પષ્ટ છે કે ગરીબોના નામે ઘર ઉપર બુલડોઝર ચાલે છે પણ ઉધોગપતિઓ અને ભાજપના મળતીયાઓના દબાણ ઉપર બુલડોઝર ચાલતું નથી.આજે વિધાનસભામાં શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે આ બુલડોઝર ઉધોગપતિઓના દબાણ ઉપર પણ ચલાવો અને ભાજપના મળતીયાઓ ઉપર ચલાવો. દાદાનું બુલડોઝર જ્યાં ઉધોગપતિઓ અને ભાજપના મળતીયાઓના દબાણ આગળ જઈને બંધ થઈ જાય છે અને એટલાં માટે જ દાદા દબાણ હટાવવા માટે મક્કમ ગરીબો માટે દેખાય છે પણ દાદા ઉધોગપતિઓ અને ભાજપના મળતીયાઓના માટે મૃદુ બની જાય છે.
Recent Comments