અમરેલી

દામનગર શહેર ની નગરપાલિકા ભૂતિયા નળ કનેક્શન સામે ઝુંબેશ ને બદલે અહો રૂપમ અહો ધ્વનિ

દામનગર શહેર માં પાલિકા  પાણી પુરવઠા ની નબળી નિભાવણી દરવર્ષે  આર્થિક સ્થિતિ વધુ ને વધુ  નબળી બનતી જાય છે  એક બાજુ સરકાર આત્મનિર્ભર પાણી પુરવઠા ની હિમાયત માટે પ્રયત્નશીલ છે ત્યારે દામનગર પાલિકા વિપરીત વલણ અપાવતી રહી છે શહેર માં કૂદકે ને ભૂસકે વધી રહેલા ભૂતિયા નળ કનેક્શનો ચિંતા નો વિષય રહેણાંક મિલ્કતો માં ૨૪૭૦ નળ કનેક્શનો અને કોમર્શિયલ માં માત્ર ૧૯૬ કુલ મળી ૨૬૬૬ નળ કનેક્શનો છે જ્યારે આકારણી રજી એ ૫૦૦૦ થી વધુ મિકલતો  વર્ષ ૨૦૨૦ સુધી માં નોંધાયેલ છે પાંચ વર્ષ પહેલાં આટલો તફાવત હોય હાલ આથી પણ વધુ વિસંગતા કુલ મિલકત સામે માત્ર ૫૦ ટકા મિલ્કતો માંજ નળ કનેક્શનો છે બાકી મિલ્કતો માં નળ થી જળ કેવી રીતે આવતું હશે ?  પાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૮૭(ગ) થી પાણી પૂરું પાડવું એ ફરજ છે પણ ક્યાં વિસ્તાર માં કોને કેટલા વ્યાસ ના કેટલા કનેક્શન છે ? તેની સત્તાવાર કોઈ માહિતી ખરી ? શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ ના ઠરાવ ની શરતો  નું પાલન થશે ખરું ? પેનલ્ટી દંડ પાણી ચોરી નોટિસ તપાસ કોણ કરશે ?  માત્ર દર વર્ષે ત્રીસ લાખ થી વધુ ની રકમ ની વસુલાત માત્ર પાણી પુરવઠા ની ચડી રહી છે આતે કેવું ? અરીચા સામે ઊભા રહી પોતે પોતા નું સન્માન કરતા રહેવા જેવું અહો રૂપમ અહો ધ્વનિ ભૂતિયા નળ ઝુંબેશ માત્ર દેખાવ પૂરતી એક શેરી માં સાત કનેક્શન ઝડપી બંધ કરી દેવાય કોની રહેમ દ્રષ્ટિ ?

Related Posts