અમરેલી

દામનગર જીવદયા નંદી સેવા ટ્રસ્ટ છાસ કેન્દ્ર ના સ્વંયમ સેવકો નો પટેલવાડી ખાતે સત્કાર

દામનગર શહેર ની જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સંચાલિત વિના મૂલ્યે છાસ કેન્દ્ર ના સ્વંયમ સેવકો ની સેવા ની સરાહના દામનગર પટેલ વાડી ખાતે ગત શ્રી રામ નવમી ના પાવન દીને પ્રારંભયેલ વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર માં સતત ૬૫ દિવસ સાંજે અને વહેલી સવારે છાસ વિતરણ માં અવિરત સેવા આપતા સ્વંયમ સેવકો ની નિસ્વાર્થ સેવા ની સરાહના કરાય દૈનિક ૪૫૦ થી વધુ કુટુંબો ના ૨૦૦૦ થી વધુ વ્યક્તિ ઓને ઉનાળા ની ગ્રીષ્મ માં શીતળતા આપતી છાસ ઉનાળા નું અમૃત વિતરણ માં સેવા સમર્પણ અને સમય બદ્ધતા માટે સત્કાર કરાયો હતો દામનગર ના દરેક વિસ્તારો માંથી દૈનિક આવતા લાભાર્થી ઓને વિના મૂલ્યે છાસ પુરી પાડતી દાતા સંસ્થાન જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ની વંદનીય સેવા સમાપન પ્રસંગે સંસ્થા ના પ્રમુખ મનસુખભાઈ નારોલા ગોરધનભાઈ આસોદરિયા ભગવાનભાઈ નારોલા કાંતિભાઈ આસોદરિયા દીપકભાઈ રાવલ નિખિલભાઈ દીક્ષિત જયતિભાઈ નારોલા મધુભાઈ નારોલા સુરેશભાઈ મકવાણા હરેશભાઇ વ્યાસ લાભુભાઈ નારોલા બી એલ ચાવડા રવજીભાઈ નારોલા નટુભાઈ આસોદરિયા લાલજીભાઈ સિદ્ધપરા ભોળાભાઈ આલગિયા અમરશીભાઈ નારોલા નટુભાઈ ભાતિયા બુધાભાઈ વનરા મધુભાઈ નારોલા સહિત ની ઉપસ્થિતિ માં છાસ વિતરણ કેન્દ્ર સમાપન પ્રસંગે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ની ઉદત ભાવના અને સ્વંયમ સેવકો ના સંકલન થી હજારો વ્યક્તિ ઓને ઉનાળા નું અમૃત ૬૫ દિવસ અવિરત રીતે કરાયું જે સરાહનીય સેવા ની સુપરે નોંધ લેવાય હતી પટેલ પ્રગતિ મંડળ પટેલ વાડી પરિસર ની વિના મૂલ્યે છાસ કેન્દ્ર માં સહયોગ બદલ સમસ્ત જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા આભાર દર્શન પ્રગટ કરાયો હતો  

Related Posts