અમરેલી

દામનગર નગરપાલિકા દ્વારા વહેલી સવારે સફાઈ ઝુંબેશ ચીફ ઓફિસર વિજય ડેર ની સરપ્રાઈઝ વિઝિટ

દામનગર નગરપાલિકા દ્વારા વહેલી સવારે સફાઈ ઝુંબેશ શહેર ના મુખ્ય બજારો રહેણાંક વિસાતર સહિત દરેક વિસ્તારો માં ચીફ ઓફિસર વિજય ડેર ની સરપ્રાઈઝ વિઝિટ પ્રાદેશિક કમિશનરની સૂચનાથી તંત્ર હરકતમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું દામનગર શહેરમાં સ્વચ્છતા જાળવી રાખવા અને સફાઈ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી આજે વહેલી સવારે નગરપાલિકા દ્વારા વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પ્રાદેશિક કમિશનરશ્રીની કડક સૂચના બાદ હરકતમાં આવેલા પાલિકા તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં સફાઈ કામગીરી તેજ કરવામાં આવી છે.વહેલી સવારે ‘સરપ્રાઈઝ ચેકિંગ’

દામનગર નગરપાલિકાના ચીફ ઓફિસર વિજય ડેર આજે વહેલી સવારે શહેરના વિવિધ વોર્ડમાં ‘સરપ્રાઈઝ વિઝિટ’ કરી હતી. આ ઓચિંતા નિરીક્ષણ દરમિયાન તેમણે સફાઈ કામદારોની હાજરી, કચરાના નિકાલની પ્રક્રિયા અને રસ્તાઓ પરની સ્વચ્છતાની ઝીણવટભરી તપાસ કરી હતી. તેમણે સ્થળ પર હાજર રહીને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી અને સફાઈ કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા તાકીદ કરી હતી.લોકોમાં જાગૃતિ લાવવા અપીલ સફાઈ ઝુંબેશ દરમિયાન ચીફ ઓફિસરે વિજય ડેર જણાવ્યું હતું કે, શહેરને સ્વચ્છ રાખવું એ માત્ર પાલિકાની જ નહીં પરંતુ નાગરિકોની પણ ફરજ છે. પ્રાદેશિક કમિશનરશ્રીના આદેશ મુજબ આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ અને સફાઈ ડ્રાઈવ ચાલુ રહેશે.

Related Posts