દામનગર શહેર માં સમસ્ત સફાઈ કામદાર યુનિયન દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ બારૈયા અને સંજયભાઈ બારૈયા ના નેતૃત્વ માં અધિકાર યાત્રા યોજાય સફાઈ કામદારો નું શોષણ બંધ કરો નહિતર ખુરશી ખાલી કરો ના નારા સાથે વાલ્મિકી વસાહત માંથી વિશાળ રેલી શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર સુત્રોચાર પોસ્ટર બેનર સાથે ધ્યાનાકર્ષક રીતે યોજાય સરકાર ના લેટેસ્ટ પરિપત્ર મુજબ વેતન ચૂકવો સહિત ની બુલંદ માંગ સાથે દામનગર નગર પાલિકા કચેરી ખાતે પહોંચી ચીફ ઓફિસર વી જે ડેર અને પાલિકા પમુખ ગોબરભાઈ નારોલા ને આવેદન પત્ર પાઠવ્યું હતું છેલ્લા ઘણા સમય થી મામુલી વેતન ચુકવણી થી સફાઈ કર્મી ઓ પાસે જોખમી સહિત પડકાર જનક કામો કરાવાય રહ્યા હોવા ઉપરાંત સત્તાધીશો ની મનમાની થી પક્ષપાતી રીતે રોજમદારો લેવાતા હોવા ની ફરિયાદ ઉઠી રહી છે ત્યારે આજે સમસ્ત ગુજરાત સફાઈ કામદાર યુનિયન ના પ્રમુખ જીતુભાઇ બારૈયા ના નેતૃત્વ માં અધિકાર યાત્રા યોજી પાલિકા તંત્ર ને આવેદન પત્ર પાઠવી સરકાર ના લેટેસ્ટ પરિપત્ર મુજબ વેતન ચુકવણી કરો ની બુલંદ માંગ સાથે પાલિકા કચેરી એ અધિકાર યાત્રા પહોંચી સત્તાવાર લેખિત રજુઆત કરતું આવેદન પત્ર પાઠવી ચીફ ઓફિસર સાથે પરામર્શ કરી ત્વરિત અમલ કરવા માંગ કરી હતી હમારી માંગે પુરી કરો શોષણ વૃત્તિ બંધ કરો ના નારા લગાવતા સફાઈ કર્મચારી ઓની યોગ્ય માંગ અંગે તંત્ર નો હકારાત્મક અભિગમ જોવા મળ્યો હતો
દામનગર સફાઈ કામદારો એ અધિકાર યાત્રા યોજી સરકાર ના લેટેસ્ટ પરિપત્ર નો અમલ કરવા બુલંદ માંગ કરતું આવેદન પત્ર પાઠવ્યું




















Recent Comments