અમરેલી

દામનગર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર ની મુલાકાતે વતન પ્રેમી દાતા રત્ન મુકેશભાઈ અજમેરા પરિવાર

દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસર ના શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર પ્રસાદ ઘર ની મુલાકાતે પધારેલ વતન પ્રેમી દાતા રત્ન મુકેશભાઈ અજમેરા પરિવાર ક્રિનેશ સુરેશભાઈ અજમેરા ભાવનાબેન રાજેશભાઇ શાહ સહિત વિદ્યાર્થી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ પરિવાર ની સેવા સમય પાલન સમર્પણ ના પ્રત્યક્ષદર્શી બન્યા અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર પ્રસાદ ઘર ની સાત્વિકતા પૌષ્ટિક આહાર સ્વચ્છતા નિહાળી અનેક વિશેષતા જીરો ટકા એઠવાડ માનવ માત્ર ને પ્રવેશ પાત્ર સાથે અન્નદાન જ શ્રેષ્ટ છે ના સંદેશ સાથે ચાલતા અન્નદાન અભિયાન અતિથિ અભ્યાગત એકલા અટુલા અંધ અપંગ નિરાધારો ને વિના મૂલ્યે નિયમિત સાત્વિક ભોજન પ્રસાદ આપતી સંસ્થાન ના સ્વંયમ સેવકો ની સેવા ના પ્રત્યેકદર્શી બની ખૂબ ખુશી વ્યક્ત કરી હતી પ્રસાદ મેળવતા અનેકો સદભાગ્ય શાળી લાભાર્થી ઓ સાથે સંવાદ કર્યો હતો અન્નક્ષેત્ર અનેક પ્રકાર ની વિશેષતા અહીં પ્રસાદ મેળવતા લાભાર્થી ઓની અસ્મિતા અને ગૌરવ જળવાય તે માટે કોઈપણ ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી નથી કરાતી ગરમા ગરમ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ થી સંતોષ વ્યક્ત કરતા અનેક મહાપ્રભુજી ઓની પાસે માહિતી મેળવી સુંદર સંદેશ આપ્યો હતો અને અન્નક્ષેત્ર માં જ્યાં જેવી જરૂર પડે તેવી મદદ કરવાની ખાત્રી આપી અને સંસ્થાન ને આર્થિક મદદ કરી હતી દાતા રત્ન મુકેશભાઈ અજમેરા પરિવારે  અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર પરિવાર ની સેવા નિહાળી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો 

Related Posts