અમરેલી

દામનગર PGVCL સામે શહેરીજનો માં ભારે નારાજગી વારંવાર વીજ પુરવઠો ખોરવાય રહ્યો છે ઝબુક વીજળી જબૂક થી ત્રાસી ઉચ્ચતરિય ફરિયાદ કરાય

દામનગર શહેર માં છેલ્લા ઘણા સમય થી વીજ નિયમન વ્યવસ્થા ખોરવાય રહી છે અવાર નવાર અનેક ફીડર રિપેરીગ ના નામે બંધ રાખી દિવસ ભર વીજ કાપ રાખી રિપેરીગ કરાય છે તો વારંવાર વીજળી કેમ જતી રહે છે ?  અનેક વિસ્તારો માં લો વોલ્ટ ની ભારે સમસ્યા ગ્રાહકો યુનિટ ના ભાવ સરખા ચૂકવે છે તો લો વોલ્ટ કેમ ? લોડ વધારો માંગ્યા વગર બેફામ વીજ વપરાશ કરતા અને બેફામ વીજ ચોરી સામે PGVCL  તંત્ર ના આંખ આડા કાન શહેર ના અનેક ફીડરો માં લોડ શેરીગ ની જરૂર વગર માંગણી એ મોટા પ્રમાણમાં વીજ વપરશતા નો ભોગ સામાન્ય લોકો ને કેમ બનાવાય છે ? વારંવાર વીજ ઉપકરણો ખરાવ થવા કે બળી જવા ના વધતા કિસ્સા સામે તંત્ર ચૂપ અનેક વિસ્તારો માં મોટે પાયે વીજ ચોરી અનેક જગ્યા એ પાલિકા તંત્ર પણ વગર મીટરે ખૂબ મોટો વીજ વપરાશ કરી રહી છે ત્યારે વાત કુલીન ઓફિસો થી બહાર આવી તંત્રએ વીજ ચોરી અટકાવવી નિયમિત રીતે વીજ નિયમન વ્યવસ્થા કરવા બુલંદ માંગ ઉઠી રહી છે દામનગર સબ ડિવિઝન તંત્ર સામે સમગ્ર શહેરીજનો માં ભારે અસંતોષ ઉભો થઇ રહ્યો છે ત્યારે PGVCL તંત્ર યોગ્ય કાર્યવાહી નહિ કરે તો મોરચો કાઢી વિરોધ કરવા ફરજ પડશે તેમ અને સામાજિક સંસ્થા ઓ અને શહેરીજનો એ કાર્યપાલક ઈજનેર સહિત સબંધ કરતા ઓને પત્ર પાઠવી જણાવ્યું છે અનેક ગેરકાયદેસર વીજ જોડાણો અને જાહેર સ્ટ્રીટ લાઈટો ના ગેરકાયદેસર જોડાણો થી લો વોલ્ટ ની સમસ્યા વીજ ચોરી ડામવા માં તંત્ર નિષ્ફળ અનેક જગ્યા એ પાલિકા એ પણ મોટા પ્રમાણમાં સ્ટ્રીટ લાઈટો વગર મીટરે જોડી ૨૪ કલાક વીજ વપરાશ સામે આમ જનતા ને ભારણ ભોગવાનું જે ફીડર માં ચોરી થતી હોય તે ફીડર નું ભરણું એ ફીડર ના ગ્રાહકો ઉપર નાખી ખૂબ મસ મોટા વીજ બીલો ફટકારવા એ ક્યાંનો ન્યાય ?

Related Posts