દામનગર શહેર માં પધારેલ નિર્દોષ મનોરંજન ના આવિષ્કારી સ્વ જાદવ બાપા મોજડી ના પુત્રરત્ન પ્રસિદ્ધ લોકસાહિત્યકાર સુખદેવ ધામેલીયા અને કન્યા કેળવણી ના હિમાયતી પરમાર્થ ટ્રસ્ટ સુરત ના મોભી ભરતભાઇ માંગુકિયા તાજેતર માં દામનગર ખાતે રજનીભાઇ ધોળકિયા પરિવાર નું આતિથ્ય માણ્યું સાથે પરમાર્થ ટ્રસ્ટ સુરત ના ટ્રસ્ટી જીતુભાઇ બેલડીયા પ્રવીણભાઈ વી ખેની દીપ એસ ખેની સહિત ના સામાજિક અગ્રણી ઓ દામનગર ખાતે રજનીભાઇ ધોળકિયા ના નિવાસ સ્થાને રોકાણ કર્યું હતું સમગ્ર પંથક માંથી લેઉવા પટેલ સમાજ ની દીકરી ઓને વિના મૂલ્યે ઉચ્ચતર અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ કરાવવા ના અભિગમ સાથે પધારેલ કેળવણી પ્રેમી પરમાર્થ ટિમ નું ધોળકિયા પરિવારે ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કર્યો હતો આ તકે નગરપાલિકા ના સદસ્ય જીતુભાઇ નારોલા સચિનભાઈ બોખા સહિત અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી હળવા મૂડ માં સુખદેવ ધામેલીયા એ મોજડી ના સર્જનાત્મક વિશે પૂજ્ય જાદવ બાપા ની દુરંદેશી સાત્વિક સતસંગ અને ધાર્મિક પ્રસંગ માંથી મોજડી નો આવિષ્કાર કરી મોટા ભાગ ના કાર્યક્રમો જીવદયા પરમાર્થ પ્રવૃત્તિ ઓના પ્રોત્સાહન અર્થે કરી માનવતા મહેકાવી હતી વ્યક્તિ દૈહિક સંદેહ આપણી વચ્ચે નથી પણ તેમના કર્મો જ તેમને સદાકાળ અમર બનાવતા હોય છે તેવી સુંદર વાતો કરી હતી
દામનગર પ્રસિદ્ધ હાસ્યકલાકાર સુખદેવ ધામેલીયા પરમાર્થ ટ્રસ્ટ ના મોભી ભરત માંગુકિયા એ ધોળકિયા પરિવાર નું આતિથ્ય માણ્યું


















Recent Comments