સાવરકુંડલા શહેરનો જેસર રોડ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. રોડની સપાટી સંપૂર્ણ તૂટી જવાથી નીચેના સળિયા દેખાઈ રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ મુખ્ય માર્ગ પર દરરોજ હજારો વાહનો અને લોકોની અવરજવર રહે છે. ખાસ કરીને રાત્રિના સમયે તૂટેલો રોડ વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. સ્થાનિકોની વારંવારની ફરિયાદો છતાં તંત્ર દ્વારા આ અત્યંત જોખમી માર્ગના સમારકામ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
સાવરકુંડલા શહેરમાં જેસર રોડ ક્ષતિગ્રસ્ત થતા અકસ્માતનો ભય


















Recent Comments