ભાવનગર

ભાવનગરમાં તા. ૨૭ નવેમ્બરના રોજ રોજગાર ભરતીમેળો યોજાશે

યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર-ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખનગીક્ષેત્રનાં અંદાજિત ૧ એકમમાં સિનિયર મેટલર્જિકલ એન્જિનિયર, મેઇન્ટેનન્સ ઇનચાર્જ, આસિસ્ટન્ટ/ડેપ્યુટી મેનેજર (માર્કેટિંગ), ક્યુ.એ અને ક્યુ.સી એન્જિનિયર, ડોટ નેટ ડેવલપર (પ્રોગ્રામર), ઓટો કાર્ડ અને સોલિડ વર્ક્સ, બોઇલર એટેન્ડન્ટની જગ્યા ભરવાની છે.  જેમાં બી.ઈ.મેટલર્જી, બી.ઈ.મિકેનિકલ, બી.ઈ પ્રોડકશન, ડિપ્લોમા ઈન મિકેનિકલ, ડિપ્લોમા ઈન પ્રોડકશન, એમ.સી.એ., એમ.એસસી આઈ.ટી, બી.ઈ.કમ્પ્યુટર, આઈ.ટી.આઈ બોઈલર એટેન્ડન્ટ ની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓને ભરતીમેળામાં તા.૨૭-૧૧-૨૦૨૪(બુધવાર) સમય: સવારે ૧૦:૩૦ કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર-ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Related Posts