સાવરકુંડલા શહેરમાં શ્રી લુહાર યુવા ગ્રુપ દ્વારા આયોજિત ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન અહીં હાથસણી રોડ સ્થિત આંખની હોસ્પિટલના વિશાળ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે આ સંદર્ભે સાવરકુંડલા લુહાર યુવા ગ્રુપ દ્વારા સાવરકુંડલા શહેર તેમજ તાલુકાના ક્રિકેટ પ્રેમી ભાઈઓ બહેનોને પધારવા ભાવભર્યુ નિમંત્રણ પણ પાઠવવામાં આવેલ
હવે વાત કરીએ આ ડે એન્ડ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની તો ગતવર્ષ ૨૦૨૪ – ૨૫ ની જેમ આ વર્ષે પણ તારીખ ૩ અને ૪ જાન્યુઆરી ૨૦૨૬ શનિવાર રવિવાર ના રોજ સવારે ૯-૦૦ કલાકથી સાવરકુંડલા મુકામે હાથસણી રોડ આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ ક્રિકેટનું લાઈવ પ્રસારણ સાવરકુંડલા શહેર તેમજ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં youtubeના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. આમ પણ સાંપ્રત સમયમાં ક્રિકેટ એ ખૂબ લોકપ્રિય રમત છે..આ રમત દ્વારા ક્રિકેટના રસિયાઓમાં ખેલદિલીની ભાવના વધુ દ્રઢ થાય.. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સાવરકુંડલા લુહાર યુવા ગ્રુપના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે
આ ક્રિકેટનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવી રહ્યું છે. સાવરકુંડલા શહેર તેમજ આસપાસના ક્રિકેટ પ્રેમીઓ આ ક્રિકેટ ટુર્નામેન્ટનનો લ્હાવો લેવા માટે અહીં આંખની હોસ્પિટલના ગ્રાઉન્ડ પર ક્રિકેટ રસિયાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ટુર્નામેન્ટનો આનંદ ઉઠાવ્યો હતો.. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પણ મુલાકાત લઈને રમતવીરોને પ્રોત્સાહિત કરેલ


















Recent Comments