અમરેલી

રાજુલા-વીજપડી માર્ગ પર ‘મોતની ખાઈ : ખુલ્લા ખાડાથી અકસ્માતને આમંત્રણ, R&B અધિકારીઓ ચૂપ

રાજુલા-વીજપડી માર્ગ પર પાણીની પાઇપલાઇન નાખવા માટે ખોદવામાં આવેલ એક ખાળ ઘણા લાંબા સમયથી ખુલ્લી રહેતા તે ‘મોતની ખાઈ’ સમાન બની ગઈ છે. આ માર્ગ ઉપરથી નાના-મોટા વાહનોની વધારે પ્રમાણમાં અવરજવર થતી હોવાથી આ ખાળને કારણે અકસ્માતની શક્યતા પૂરેપૂરી રહેલી છે, અને અજાણ્યા વાહનચાલકો તેનો ભોગ બની રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ ખાળ ઘણા લાંબા સમયથી ખુલ્લી હોવા છતાં R&B અધિકારીઓ આ બાબતે ચૂપ બેઠા હોય અને માત્ર નજારો જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. લોકોમાં એવી ઉગ્ર માંગણી ઉઠવા પામી છે કે, ઇશ્મ્ના અધિકારીઓ માનવ જિંદગીનું મહત્વ સમજે અને તાત્કાલિક અસરથી આ જોખમી ખાળને પૂરી દેવામાં આવે, જેથી કોઈ મોટી જાનહાનિ થતી અટકે.

Related Posts